આ ૬ ચીજો ક્યારેય પણ ઉધાર આપવી નહીં, માં અન્નપૂર્ણા દેવી રીસાઈ જાય છે અને ઘરની બરકત ઘટે છે

Posted by

આપણી ભારતીય સંસ્કૃતિમાં આપણને બીજાને મદદ કરવાની સલાહ આપવામાં આવે છે. ઘણીવાર પડોશમાં રહેતા લોકો જરૂર પડ્યે એકબીજાને મદદ કરે છે. ઘણી વખત આપણે પડોશીઓને મદદ કરવા માટે કેટલીક વસ્તુઓ ઉધાર આપવી પડે છે. પરંતુ શું તમે જાણો છો કે રસોડાની કેટલીક એવી વસ્તુઓ છે જેને ઉછીની આપવાનું ટાળવુ જોઈએ. જો આ વસ્તુ ઉધાર આપવામાં આવે તો ઘરમાં ગરીબી આવવા લાગે છે. આ આર્ટીકલમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છે એવી ૬ ચીજો જે તમારે ક્યારેય પણ કોઈને ઉધાર આપવી જોઈએ નહીં.

મીઠું

આપણે મીઠા વગરની કોઈપણ વાનગીની કલ્પના કરી શકતા નથી. તેના વિના દરેક વાનગીનો સ્વાદ અધૂરો રહી જાય છે. તેથી, વ્યક્તિએ પ્રયત્ન કરવો જોઈએ કે ઘરમાં મીઠું ક્યારેય સમાપ્ત ન થાય. કારણ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી કોઈને મીઠું ન આપવું જોઈએ. જો તમે આમ કરો છો, તો ગરીબી તમારા દરવાજે દસ્તક આપી શકે છે.

કાંદો અને લસણ

ઘણા ઘરો એવા છે જ્યાં લસણ અને ડુંગળીનો દરરોજ વઘાર કરવામાં આવે છે. આ બંને વસ્તુઓ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ફાયદાકારક છે. જો કે, જ્યોતિષશાસ્ત્ર અનુસાર, સૂર્યાસ્ત પછી લસણ અને ડુંગળીની લેવડ દેવડ કોઈની સાથે ન કરવી જોઈએ. આ જોઈને માતા અન્નપૂર્ણા ગુસ્સે થઈ જાય છે. ત્યારે ઘરમાં પૈસાનો ખર્ચ વધી જાય છે. સાથે જ લસણ અને ડુંગળી પર કેતુ ગ્રહનો પણ પ્રભાવ હોઈ છે. તેથી તેને ઉછીનું આપવું નુકસાનકારક થઈ શકે છે.

હળદર

હળદરનો ઉપયોગ ભોજન અને ધાર્મિક હેતુ બંનેમાં થાય છે. તેનું આયુર્વેદિક મહત્વ પણ છે. જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે તમારે ક્યારેય કોઈને હળદર ન આપવી જોઈએ અને કોઈની પાસેથી હળદર માંગવાનું પણ ટાળવું જોઈએ. વાસ્તવમાં, હળદર ભગવાન બૃહસ્પતિ સાથે જોડાયેલ છે. જો તે કોઈને ઉધાર આપવામાં આવે તો નોકરી-ધંધો, કારકિર્દી, આર્થિક અને વૈવાહિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

દૂધ

દૂધનો ઉપયોગ પણ દરેક ઘરમાં થાય છે. આ સ્વાસ્થ્ય માટે સારું છે. તેમાં કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. તેનાથી હાડકાં મજબૂત બને છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દૂધનો સંબંધ ચંદ્ર ગ્રહ સાથે છે. જ્યારે અંધારું હોય ત્યારે આ ચંદ્ર પૃથ્વીને પ્રકાશ આપે છે. આવી સ્થિતિમાં સૂર્યાસ્ત પછી ક્યારેય દૂધ ઉધાર નહીં આપવું જોઈએ. પછી ભલેને કોઈને ચાની કેટલી તલપ હોય કારણ કે દૂધ ઉધાર આપવાથી ચંદ્ર ગ્રહ પોતાનો ક્રોધ દુ:ખના રૂપમાં વરસાવે છે.

રાઈ

લોકો શાકભાજીમાં વઘાર કરવા માટે રાઈના દાણાનો ઉપયોગ કરે છે. કેટલાક લોકો તંત્ર મંત્ર અને તોડકાઓ માટે પણ રાઈનો ઉપયોગ કરે છે. તેથી જ જ્યોતિષશાસ્ત્ર પણ કહે છે કે તમારે કોઈને પણ સરસવના દાણા જેવી કોઈ પણ વસ્તુ ઉધાર આપવાનું ટાળવું જોઈએ. જો તમે આ કરો છો, તો તમારા દુશ્મન તમારી વિરુદ્ધ કેટલાક ખોટા પગલાં લઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *