આ ચીજો ભૂલથી પણ કોઈના હાથમાં આપવી નહીં, જતી રહે છે ઘરની બરકત, ઘરકંકાસનું કારણ બને છે

Posted by

જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર બંને આપણા જીવનને સુધારવા માટે ઘણી બધી સલાહ આપતા રહે છે. જો આ વાતોનું પાલન કરવામાં ન આવે તો જીવનમાં ઘણી સમસ્યાઓ ઉભી થાય છે. આવો જ એક નિયમ છે કે તમારે અમુક વસ્તુઓ કોઈની હથેળી કે હાથમાં સીધી ન આપવી જોઈએ. જો તમે આવું કરશો તો તમને મોટું નુકસાન સહન કરવું પડી શકે છે.

મીઠું

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપણે ભૂલથી પણ કોઈના હાથમાં મીઠું ન આપવું જોઈએ. તમારે ના તો તેને અન્ય વ્યક્તિની હાથમાં આપવું જોઈએ અને ન તો મીઠાનો ડબ્બો કોઈને હાથોહાથ પકડાવવો જોઈએ. તમે તેમની પ્લેટમાં સીધું મીઠું નાખો અથવા તેને જમીન પર મૂકો અને તેમને તે ઉપાડવા માટે કહો. કોઈના હાથમાં મીઠું આપવું અશુભ છે. જેના કારણે ઘરમાં ઝઘડા થાય છે.

રોટલી

રોટલી એ આપણા જીવનનો મુખ્ય ખોરાક છે. આમાં માતા અન્નપૂર્ણા દેવીની કૃપા હોય છે. તે ક્યારેય કોઈને હાથમાં આપવી જોઈએ નહીં. રોટલી પીરસતી વખતે તેને ખાનારની થાળીમાં જ રાખો. હાથમાં રોટલી આપવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ સર્જાય છે. તેનાથી ઘરમાં આવતી બરકત પણ જતી રહે છે. વળી, ભોજન કરાવવાનું પુણ્ય પણ નથી લાગતું.

મરચાં

મરચા ખાવાનો સ્વાદ વધારે છે. આનાથી ભોજન ચટપટું અને મસાલેદાર થાય છે. જો તમે કોઈને મરચા આપતા હોવ તો તેને હાથમાં આપવાનું ટાળો. તેને બદલે હંમેશા બાઉલમાં કે કટોરીમાં આપો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સીધા હાથમાં મરચા આપવાથી સંબંધો બગડે છે. ઝઘડાઓ વધે છે. પરિવારમાં ઘરેલું વિવાદો થાય છે. તેથી આવી ભૂલ ન કરો.

રૂમાલ

જો કોઈ તમારી પાસે રૂમાલ માંગે, તો તમારે તેને સીધો ન આપવો જોઈએ. તેના બદલે તેને ક્યાંક રાખવો જોઈએ. પછી સામેની વ્યક્તિને તેને ઉપાડવાનું કહેવું જોઈએ. જો તમે રૂમાલ સીધો કોઈના હાથમાં આપો છો, તો તેનાથી પૈસાનુ નુક્શાન થાય છે. ત્યારે પૈસા સંબંધિત તમામ કામ બગડી જાય છે. આનાથી તમારી નોકરી અને વ્યવસાય પર પણ નકારાત્મક અસર પડે છે.

હળદર

હળદર પણ ક્યારેય કોઈને ન આપવી જોઈએ. આવું કરવાથી દુર્ભાગ્ય તમારી પાછળ પડી જાય છે. પછી તમારા બધા કામ બગડી જાય છે. જો હળદર આપવી જ હોય ​​તો ચમચી કે બાઉલમાં આપો. આનાથી તમને કોઈ નુકસાન નહીં થાય.

પાણી

પાણી પિવડાવવું એ ખૂબ પુણ્યનું કાર્ય માનવામાં આવે છે. પરંતુ તેને હંમેશા ગ્લાસ કે બોટલ જેવા વાસણમાં આપવું જોઈએ. જો આપણે કોઈના હાથમાં પાણી નાખીને તેને પીવડાવીએ તો તે અશુભ છે. આનાથી આપણને પુણ્યની પ્રાપ્તિ થતી નથી. બલ્કે તેનાથી આપણા ઘરની બરકત જતી રહે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *