આ કારણે હનુમાનજીને અર્પણ કરવામાં આવે છે સિંદુર, જાણો આની સાથે જોડાયેલી કથા

Posted by

હનુમાનજીની પૂજા કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને જીવન ખુશીઓથી ભરપૂર બની જાય છે. કોઈપણ પ્રકારના દુ:ખની સ્થિતિમાં મંગળવારે હનુમાનજીની પૂજા કરો અને પૂજા કરતી વખતે તેમને સિંદૂર ચઢાવો. આમ કરવાથી ભગવાન હનુમાનજી ખૂબ જ પ્રસન્ન થશે અને તેમની કૃપા તમારા પર રહેશે. એવું માનવામાં આવે છે કે હનુમાનજી એવા દેવતા છે જે ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. તેમની પૂજા કરવી ખૂબ જ સરળ હોઈ છે. મંગળવારે ફક્ત અમૃતવાણી અને શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરો અને હનુમાનજીને સિંદૂર ચઢાવો. આ કામ કરવાથી હનુમાનજી પ્રસન્ન થશે.

હનુમાનજીને સિંદૂર કેમ ચઢાવવામાં આવે છે?

રામચરિતમાનસમાં હનુમાનજીને સિંદૂર અર્પણ કરવાનો ઉલ્લેખ છે. રામચરિતમાનસ અનુસાર ભગવાન શ્રી રામ, સીતા અને લક્ષ્મણ ૧૪ વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા આવ્યા હતા. તેમની સાથે હનુમાનજી પણ અયોધ્યા આવ્યા હતા. એક દિવસ હનુમાનજીએ માતા સીતાને પોતાના વાળમાં સિંદૂર ભરતા જોયા. હનુમાનજીએ તરત જ માતા સીતાને પૂછ્યું કે તે આ સિંદૂરથી પોતાની માંગ કેમ ભરી રહી છે. તેના પર માતા સીતાએ હનુમાનજીને કહ્યું કે આને લગાવવાથી તેમને શ્રી રામનો સ્નેહ મળશે અને તેમનું આયુષ્ય વધશે.

આ સાંભળીને હનુમાનજી ત્યાંથી ચાલ્યા ગયા અને થોડી વાર પછી પોતાના આખા શરીર પર સિંદૂર લગાવી દીધું. હનુમાનજીએ વિચાર્યું કે જો તેઓ માત્ર કપાળ પર નહીં પરંતુ આખા શરીર પર સિંદૂર લગાવશે તો તેમને ભગવાન શ્રી રામ તરફથી ઘણો પ્રેમ મળશે અને તેમના સ્વામીનું પણ આયુષ્ય પણ વધશે. આખા શરીર પર સિંદૂર લગાવ્યા પછી હનુમાનજી તેજ અવસ્થામાં સભામાં ગયા. સભામાં ભગવાન રામ, સીતાજી અને ઘણા લોકો હાજર હતા. બધાએ હનુમાનને સિંદૂરથી રંગેલા જોયા. તેથી તેણે હનુમાનને આનું કારણ પૂછ્યું. હનુમાનજીએ બધાને કહ્યું કે તેમણે આ માત્ર ભગવાન રામનો સ્નેહ મેળવવા માટે કર્યું છે. આ સાંભળીને રામજી અને સીતાજી ખૂબ જ ખુશ થયા. રામજીએ હનુમાનજીને ગળે લગાવ્યા.

ત્યારથી, ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માટે, તેમની મૂર્તિને સિંદૂરથી રંગવામાં આવે છે અને તેમને સિંદૂર અર્પણ કરવામાં આવે છે. આમ કરવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે અને તેઓ પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. જો હનુમાનજી પર લગાવેલું સિંદૂર તમારી પાસે રાખવામાં આવે છે તો તેનાથી વ્યક્તિને ડરથી રાહત મળે છે અને ખરાબ સપના પણ આવતા બંધ થઈ જાય છે.

સિંદૂર ક્યારે અર્પણ કરવો

– જો તમારી કોઈ ઈચ્છા હોય, જે પૂર્ણ થઈ રહી નથી. તો તમે હનુમાનજીને સિંદૂર અર્પણ કરો. એવીજ રીતે મનોકામના પૂર્ણ થયા પછી પણ હનુમાનજીને સિંદૂર ચઢાવવું જોઈએ.

– ભગવાન હનુમાનજીની કૃપા મેળવવા માટે તેમને સિંદૂર અર્પણ કરી શકાય છે.

– જો તમે શનિદેવની સાડે સાતી, ઢૈયા, દશા અને અંતર્દશા દરમિયાન કષ્ટ ઘટાડવા માંગતા હોવ તો શનિવારે હનુમાનજીને સિંદૂર ચઢાવવામાં આવે છે.

– જો તમને નકારાત્મક ઉર્જા મહેસુસ થાય છે તો પણ તેમને સિંદૂર ચઢાવો. આવું કરવાથી નકારાત્મક ઉર્જા તમારાથી દૂર રહે છે.

આ રીતે સિંદૂર ચઢાવો

મંગળવારે જ હનુમાનજીની મૂર્તિ પર સિંદૂર ચઢાવો. સૌ પ્રથમ મંગળવારે તેમની મૂર્તિને પાણીથી સ્નાન કરાવો. આ પછી તેમનો કોઈ પણ પાઠ વાંચો. પાઠ કર્યા પછી, તેમને સિંદૂર અર્પણ કરી દો. ત્યારબાદ નીચે દર્શાવેલ મંત્રનો જાપ કરો. ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને સિંદૂર લગાવો અથવા થોડું દેશી ઘી લગાવીને પછી મૂર્તિ પર સિંદૂર લગાવો.

મંત્ર

सिन्दूरं रक्तवर्णं च सिन्दूरतिलकप्रिये।
भक्तयां दत्तं मया देव सिन्दूरं प्रतिगृह्यताम।।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *