આ શ્રાપના કારણે શનિદેવની નજરથી કોઈ બચી શકતું નથી, બ્રહ્મપુરાણમાં છે આ કથાનું વર્ણન

Posted by

શનિવાર શનિદેવને સમર્પિત હોય છે અને આ દિવસે શનિદેવની પૂજા કરવાથી આ ગ્રહના પ્રકોપથી રક્ષણ મળે છે. માન્યતાઓ અનુસાર, એકવાર શનિદેવની બૂરી નજર વ્યક્તિ પર પડે છે. તે વ્યક્તિનું જીવન બરબાદ થઈ જાય છે અને તેને દરેક ક્ષેત્રે નુકસાન સહન કરવાનું શરૂ થાય છે. વાસ્તવમાં શનિદેવને તેમની પત્નીએ શ્રાપ આપ્યો હતો. જેના કારણે જે વ્યક્તિ પર શનિદેવની નજર પડે છે તેના ખરાબ દિવસો શરૂ થાય છે.

આ કારણે શનિદેવને તેની પત્નીએ શ્રાપ આપ્યો હતો

બ્રહ્મપુરાણમાં આ કથાનું વર્ણન છે. કથા અનુસાર, શનિદેવ ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા. એકવાર તે ભગવાન કૃષ્ણની પૂજા કરી રહ્યા હતા અને ધ્યાન માં લીન હતા. ત્યારપછી તેમની પત્ની ચિત્રરથ ઋતુકાળ બાદનું સ્નાન કરીને શનિદેવ પાસે પુત્રપ્રાપ્તિ માટે આવ્યા. પરંતુ ધ્યાન માં મગ્ન હોવાને કારણે શનિદેવે તેમની તરફ જોયું પણ નહિ. આ જોઈને ચિત્રરથ ખૂબ ગુસ્સે થયા અને તેને  પોતાનું અપમાન માનીને તેમણે શનિદેવને શ્રાપ આપ્યો. શનિદેવને શ્રાપ આપતાં કહ્યું કે તેઓ જેની તરફ નજર ઉઠાવીને જોશે તે નાશ પામશે. આટલું કહી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. જ્યારે શનિદેવનું ધ્યાન તૂટયું ત્યારે તેમણે તેમની પત્નીને સમજાવી. જેના કારણે ચિત્રરથને પોતાની ભૂલનો અહેસાસ થયો. શનિદેવે પત્નીની માફી માંગી. પરંતુ શનિદેવની પત્ની પાસે આ શ્રાપને અપ્રભાવી બનાવવાની શક્તિ નહોતી. ત્યારથી શનિદેવ માથું નીચું રાખીને ચાલે છે. જેથી તેમની નજર કોઈ પર ન પડે.

જેઓ નીચે દર્શાવેલ પદ્ધતિથી પૂજા કરે છે. તે લોકો પર શનિદેવની કૃપા હોય છે અને તેઓ ખરાબ નજરથી સુરક્ષિત રહે છે.

આ પદ્ધતિથી શનિદેવની પૂજા કરો

૧- સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો અને પીપળના વૃક્ષની પૂજા કરો અને ઝાડને જળ અર્પિત કરો.

૨- શનિ મંદિરમાં જઈને શનિદેવની પૂજા કરો અને તેમને સરસવનું તેલ ચઢાવો. વાસ્તવમાં સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. તેથી શનિવારે શનિદેવની સામે સરસવના તેલનો દીવો અવશ્ય પ્રગટાવો.

૩- શનિદેવની પૂજા કરતી વખતે તેમને તેલની સાથે તલ, કાળા અડદ અથવા કોઈપણ કાળી વસ્તુ અર્પણ કરો. પૂજા કર્યા પછી આ બધી વસ્તુઓ કોઈ ગરીબ વ્યક્તિને દાન કરો.

૪- જો તમે મંદિરમાં જઈને પૂજા ન કરી શકો. તો તમે ઘરે જ શનિદેવ મંત્રો અને શનિ ચાલીસાનો જાપ કરી શકો છો. આમ કરવાથી શનિદેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે અને તેનાથી જીવનમાં કોઈપણ પ્રકારની પરેશાની આવતી નથી.

૫- શનિવારે શનિદેવની સાથે હનુમાનજીની પણ પૂજા કરો. આ બંનેની સાથે પૂજા કરવાથી ફળ મળે છે. એવું માનવામાં આવે છે કે જે લોકો શનિવારે હનુમાનજીની પૂજા કરે છે. તેઓ તેમને સરસવનું તેલ અર્પણ કરે છે. તે લોકો પર શનિદેવની ખરાબ નજર ક્યારેય નથી પડતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *