અતિશય બુદ્ધિશાળી અને ઘમંડી હોઈ છે આ તારીખે જન્મેલા લોકો, પૈસા કમાવાની હોઈ છે અદભૂત કળા

Posted by

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, તમે વ્યક્તિની જન્મ તારીખના આધારે તેના વિશે ઘણું કહી શકો છો. આને અંકશાસ્ત્ર કહેવામાં આવે છે જે વ્યક્તિનો સ્વભાવ પણ જણાવે છે. વાસ્તવમાં, વ્યક્તિની જન્મ તારીખના આધારે સંખ્યા નક્કી કરવામાં આવે છે, આ સંખ્યાને મૂળાંક કહેવામાં આવે છે. આ મૂળાંકના આધારે વ્યક્તિ વિશે ઘણું જાણી શકાય છે. જ્યોતિષશાસ્ત્રમાં કુલ ૯ મૂળાંકની સંખ્યા નક્કી કરવામાં આવી છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મૂળાંક નંબર ૪ વાળા લોકો સ્વભાવે અહંકારી હોય છે. જો કે આવા લોકોમાં બીજા કેટલાક ગુણો પણ હોય છે. આ મૂળાંક નંબર દર મહિનાની ૪, ૧૩, ૨૨ અને ૩૧ તારીખે જન્મેલા લોકોનો છે. આ ચોથા અંકનો સ્વામી રાહુ છે. આ તારીખો પર જન્મેલા લોકો સ્વભાવથી અહંકારી અને જિદ્દી માનવામાં આવે છે. તેમનામાં અહંકાર વધુ હોય છે. તેમના જીવનમાં કોઈપણ સમસ્યા આવે તો પણ તેઓ તેનો સારી રીતે સામનો કરે છે. તેનાથી તેમની આર્થિક સ્થિતિ પર કોઈ અસર થતી નથી. તેમની હિંમત અને વ્યવહારિકતાને કારણે તેઓ દરેક પરિસ્થિતિમાં સારી એવી કમાણી કરે છે.

૪, ૧૩, ૨૨ અને ૩૧ તારીખે જન્મેલા લોકો ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. તેઓ કોઈ પણ કામ પ્લાનિંગ વગર કરતા નથી. તેઓ સમયના પાબંદ છે. તેમને દરેક વસ્તુનું જ્ઞાન છે. આ લોકો રાજનીતિ અને વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં સારી કારકિર્દી બનાવી શકે છે. એકવાર તેઓ કોઈ કાર્ય કરવાનું નક્કી કરે છે, તે પૂર્ણ કર્યા પછી જ તેઓ જંપે છે. આ જ કારણ છે કે તેઓ ક્યારેક તેમના ઉત્સાહમાં અદ્ભુત કામો કરી નાખે છે.

આ તારીખો પર જન્મેલા લોકોનો સ્વભાવ મિલનસાર હોય છે. આ લોકો પોતાની લક્ઝરી અને ટ્રાવેલિંગ પર ભરપૂર ખર્ચ કરે છે. જો કે, તેમનો આ સ્વભાવ ક્યારેક તેમને મુશ્કેલીમાં મુકે છે. આ લોકો મોટે ભાગે એકલા રહેવાનું પસંદ કરે છે. તેનું કારણ એ છે કે તેઓ અજાણ્યા વાતાવરણમાં સરળતાથી અનુકૂલન સાધી શકતા નથી. તેઓ તેમની વસ્તુઓ અને રહસ્યો અન્ય લોકો સાથે શેર કરવાનું પસંદ કરતા નથી. આ લોકો જેની સાથે મિત્રતા કરે છે તેના માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે.

આ લોકો થોડા રહસ્યમય પણ હોય છે. તેમને જોઈને તેમના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણવું મુશ્કેલ છે. આ લોકોને બીજાની ખુશામત કરવાનું બિલકુલ પસંદ નથી. તેઓ થોડા હાજરજવાબી પણ હોઈ છે. તેમના મનમાં જે હોય છે તે તેઓ સીધા મોં પર કહી દે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *