“બિપરજોય” વાવાઝોડું કેટલું ખતરનાક છે? આ વિડીયો જોઈને તમે સમજી જશો, તમે આવી ભુલ કરતાં નહીં

Posted by

“બિપરજોય” વાવાઝોડું અત્યંત ભીષણ ચક્રવાતી તોફાનમાં બદલી ગયું છે અને તે ખુબ જ જલ્દી સૌરાષ્ટ્ર કચ્છના સમુદ્રી તટ માંડવી-જખાઉ બંદરગાહ ની પાસે પહોંચવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) એ આસપાસનાં સમુદ્રી કિનારાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરેલ છે. આ બધાની વચ્ચે “બિપરજોય” ચક્રવાતનાં ઘણા ભયાનક વિડીયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જે લોકોને ડરાવી રહ્યા છે.

એક વીડિયો જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, તેમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે ગણપતિપુલે માં ચક્રવાતે સમુદ્રને ગાંડોતુર બનાવેલ છે. આ ભયાનક વીડિયોમાં લોકો ડરને લીધે ભાગતા જોવા મળી રહ્યા છે. કારણ કે સામેથી અચાનક મોટી લહેરો ઉઠી રહી છે અને આખા વિસ્તારને પોતાની ઝપેટમાં લઈ લીધા છે. જેના પરિણામે ઘણા લોકો દરિયા કિનારે રેતી ઉપર પડી જાય છે.

વળી જે લોકો વિડીયો બનાવી રહ્યા છે, તેઓ પણ લહેરોની જ પેટમાં આવીને પડી જાય છે. તેમાં કેમેરો નીચે પડી જાય છે. અન્ય એક વીડિયોમાં “બિપરજોય” વાવાઝોડાની તબાહી નું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. આ વિડીયો ગણપતિપુલે નામના મહારાષ્ટ્રનાં શહેર માંથી સામે આવેલ છે.

તેની વચ્ચે ગુજરાત પ્રશાસન વાવાઝોડા સામે તૈયારી કરી રહેલ છે. કચ્છ જિલ્લામાં સોમવારના રોજ સમુદ્રી કિનારાના ગામડામાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવેલ છે. આ ક્ષેત્રમાં વાવાઝોડાના ગંભીર પરિણામ સામે આવવાની સંભાવના છે. સાથોસાથ હવામાન એજન્સીએ ૧૫ જુન સુધી દરિયા કિનારામાં માછલી પકડવાના કાર્ય ઉપર સંપુર્ણ રીતે પ્રતિબંધ લગાવવાની ભલામણ કરેલ છે. આઈએમડી દ્વારા સમુદ્રતટ ઉપરથી લોકોને પરત ફરવા માટે સુચન કરેલ છે.

આઈએમડી તરફથી કહેવામાં આવ્યું છે કે તોફાની ભયાનકતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારોએ સખત નજર રાખવા, નિયમિત રૂપથી પોતાના ક્ષેત્રમાં સ્થિતિ ઉપર નજર રાખવા અને યોગ્ય ઉપાય કરવાની સલાહ આપવામાં આવેલ છે. જિલ્લા અધિકારીઓને આ બાબત ઉપર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *