એક દિવસ પત્ની ઘરે આવી તો જોયું કે પતિ કામવાળીને ભેટીને ઊભો હતો. પત્ની (ગુસ્સામાં) : આ બધું શું ચાલી રહ્યું છે? પતિએ એવો જવાબ આપ્યો કે કામવાળી અને પત્ની બંને શરમાઈ ગયા

Posted by

જોક્સ-૧

છગનને તેની ઓફિસમાં કામ કરતી એક છોકરી ખુબ પસંદ હતી.
એક દિવસ તેણે હિંમત કરીને તેને સીધું લગ્ન માટે પ્રપોઝ કર્યું.
છગન (છોકરીને) : ડાર્લિંગ શું તું મારી સાથે લગ્ન કરીશ?
છોકરી : પહેલા તારી ભાષા સુધાર.
છગન : બહેન, શું આપ મારી સાથે લગ્ન કરશો?

જોક્સ-૨

ટીના : જો ભાઇ, શાકભાજી ખરાબ નીકળશે તો રાધેલું શાક પાછું લાવીશ.
શાકભાજી વાળો : તો પછી એમ કરજો, સાથે બે-ચાર રોટલી પણ લેતા આવજો!

જોક્સ-૩

સુરેશ : જીન્સ કરતા પાયજામો ક્યારે સારો લાગે છે?
રમેશ : જ્યારે કીડી જીન્સમાં ઘુસી જાય ત્યારે.

જોક્સ-૪

રોહિત કોલેજમાંથી જલ્દી ઘરે આવી ગયો.
માં : શું થયું દીકરા, આજે જલ્દી ઘરે આવી ગયો.
રોહિત : મેં બુટથી એક માખી ઉડાડી તો મેડમે મને ભગાડી દીધો.
માં : શું? એક માખી ઉડાડવા પર કોલેજમાંથી ભગાડી દીધો.
રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.

જોક્સ-૫

મૃત્યુ પથારીમાં પડેલા છગને, એની પત્ની જમનાને કહ્યું કે,
મારા મૃત્યુ પછી તું મગનને પરણજે!
જમના : મગન સાથે? એ તો તમારો જાની દુશ્મન છે?
છગન : એટલે જ કહું છું ને? આટલાં વરસ મેં જે પીડા ભોગવી તે હવે એ ભલે ભોગવતો!

જોક્સ-૬

ગર્લફ્રેન્ડ (બોયફ્રેન્ડને) : અરે બાબુ, ઝટ કર, બારીમાંથી કુદી જા, પપ્પા આવી રહ્યા છે.
બોયફ્રેન્ડ : પણ આ તો ૧૩મો માળ છે!
ગર્લફ્રેન્ડ : અરે, શુકન અપશુકન વિચારવાનો આ સમય નથી.

જોક્સ-૭

મનીયો : ફોટોગ્રાફર ભાઈ! મારો ફોટો ઠંડા પાણીમાં નહીં ધોતા, ગરમ પાણીમાં ધોજો!
ફોટોગ્રાફર : કેમ, બેટા?
મનીયો : ઠંડા પાણીએ મને શરદી થઈ જાય છે!

જોક્સ-૮

પતિ-પત્ની બંને બજારમાં ગયા,
ત્યાં પતિ એ એક અજાણી છોકરીને હેલો કહ્યું!
પત્ની (ગુસ્સામાં) : બોલો તે કોણ હતી?
પતિ (કંઈક વિચારીને) : ઓહ ચુપ રહે, હજી તો તેને પણ કહેવાનું બાકી છે કે તું કોણ છો.

જોક્સ-૯

પપ્પુ : તમને હડકાયું કુતરું કરડે તો તમે શું કરો?
ટપ્પુ : હું કાગળ-પેન શોધું.
પપ્પુ : કેમ? વસિયતનામું લખવા માટે!
ટપ્પુ : ના, મારા જે દુશ્મનો છે એનું લિસ્ટ બનાવીશ.
પપ્પુ : કેમ,પછી શું કરશો?
ટપ્પુ : એ લિસ્ટ પ્રમાણે મને હડકાયું લાગશે એટલે વારાફરતી કરડીશ!

જોક્સ-૧૦

છગન : યાર, હું જે છોકરીને પ્રેમ કરતો હતો, તેણે મારી સાથે લગ્ન ના કર્યા.
મગન : તેં તેને કહ્યું નહિ કે તારા કાકા કરોડપતિ છે?
છગન : હા મેં કહ્યું હતું.
મગન : તો પછી?
છગન : હવે તે મારી કાકી છે.

જોક્સ-૧૧

ચોર : માફ કરજો, તમે આટલામાં ક્યાંય પોલીસને જોયો?
રમેશ : ના, અહીં તો એક પણ પોલીસ દેખાયો નથી.
ચોર : બસ ત્યારે… હવે જરા પણ ચૂં ચાં કર્યા વિના તમારું પાકિટ ને ઘડિયાળ ઉતારી આપો!

જોક્સ-૧૨

સૌરવે મીઠાઈની દુકાન પરથી અડધો કિલો જલેબી લઈને ખાધી અને પૈસા આપ્યા વગર જવા લાગ્યો.
દુકાનદાર બોલ્યો : અરે જલેબીના પૈસા તો આપ.
સૌરવ : પૈસા તો નથી.
તેના પર દુકાનદારે પોતાના નોકરોને કહીને સૌરવની જોરદાર ઘોલાઈ કરાવી.
પછી ગૌરવે કપડાં અને વાળ સરખા કરતા કહ્યું : આ ભાવમાં બીજી ૧ કિલો જલેબી આપી દો.

જોક્સ-૧૩

એક દિવસ પત્ની ઘરે આવી તો જોયું કે પતિ કામવાળીને ભેટીને ઉભી હતો.
પત્ની (ગુસ્સામાં) : આ બધું શું ચાલી રહ્યું છે?
પતિ (ગભરાઈને) : કસમથી, તું અહીં ઉભી છે એવું સમજીને હું આને ભેટી પડ્યો.
પત્ની (ગુસ્સામાં) : તમને એટલું પણ ખબર નથી કે તમે કોને ભેટી રહ્યા છો?
આ રામુ પાસેથી કંઈક શીખો,
મને ભેટતા સમયે કોઈ બીજી વિષે વિચારતો પણ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *