એક વાર શોપિંગ કરવાનું ચાલુ કરે પછી પાછું ફરીને નથી જોતાં આ રાશિના લોકો, કમાણીનો મોટો હિસ્સો શોપિંગમાં ઉડાવી દે છે

Posted by

લગભગ દરેકને શોપિંગ ગમે છે. પરંતુ તેઓ આ શોપિંગ અમુક સમયના અંતરે કરે છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમને શોપીંગ નો ઘણો શોખ હોય છે. જ્યારે પણ તેમને તક મળે છે ત્યારે તેઓ ખરીદી કરવા નીકળી પડે છે. જો તેઓ વિન્ડો શોપિંગથી કંટાળી જાય છે, તો ઓનલાઈન ખરીદી કરવા લાગી જાય છે. તેમની ભારે ખરીદીને કારણે કેટલીકવાર તેઓનું માસિક બજેટ પણ ખોરવાઈ જાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલીક એવી રાશિઓ છે જે વધુ પડતી ખરીદીમાં વ્યસ્ત રહે છે.

વૃષભ રાશિ

આ રાશિના લોકોને ખરીદી કરવી ખબ જ ગમે છે. પરંતુ તેમના વિશે સારી વાત એ છે કે તેઓ ખૂબ જ સમજી વિચારીને ખરીદી કરે છે. તેઓ પોતાની ખરીદીને કારણે પોતાના માસિક બજેટને બગાડવા દેતા નથી. તેઓ જે વસ્તુઓની તેમને સૌથી વધુ જરૂર હોય છે તેની તેઓ વધુ ખરીદી કરે છે. આ રાશિના લોકોમાં પુરૂષોની  સરખામણીમાં મહિલાઓ વધુ ખરીદી કરે છે.

સિંહ રાશિ

આ રાશિના લોકોને બ્રાન્ડેડ વસ્તુઓ વધુ પસંદ હોય છે. જ્યારે પણ તેઓ ટેન્શનમાં હોય છે ત્યારે શોપિંગ કરીને તેમનો મૂડ સુધારે છે. ઘણી વખત તેઓ તેમની આવક કરતા વધુ પૈસા ખર્ચે છે. તેની અસર તેમના ખિસ્સા પર પડે છે. તેઓ ખરીદી કરીને લોકોમાં દેખાડો કરે છે. આમાં સ્ત્રી અને પુરૂષ બંને ખરીદીના શોખીન હોય છે.

તુલા રાશિ

આ રાશિના લોકો લક્ઝરી લાઈફ જીવવાનું પસંદ કરે છે. તેમને મોંઘી અને વૈભવી વસ્તુઓ વધુ પસંદ આવે છે. પછી તેને હાંસલ કરવા માટે તેઓ બજેટ તરફ જોતા પણ નથી. આમાંના મોટાભાગના લોકો પાસે પૈસાની કોઈ કમી નથી હોતી એટલા માટે તેઓ શોપિંગ પર ઘણા પૈસા ખર્ચે છે. તેઓ કાર, મોબાઈલ, ઘરના ઈન્ટિરિયર જેવી વસ્તુઓ ઘણી વાર બદલી નાખે છે.

કુંભ રાશિ

જ્યારે પણ તેઓ કંટાળી જાય છે ત્યારે તેઓ શોપિંગ કરવા નીકળી પડે છે. આ સમય દરમિયાન તેઓ ઘણા પૈસા ખર્ચે છે. તેઓ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ અને ગેજેટ્સના વધુ શોખીન છે. તેઓ ઓનલાઈન શોપિંગ કરવાનું પણ પસંદ કરે છે. જો કે, તેઓ જેટલું ખર્ચ કરે છે તેટલું કમાય છે. આથી તેમને પૈસાને લઈને વધારે ટેન્શન નથી હોતું.

ધન રાશિ

આ લોકો તેમની કમાણીનો મોટો હિસ્સો શોપિંગ પર ખર્ચ કરે છે. તેઓ માત્ર પોતાના માટે જ નહીં પરંતુ સમગ્ર પરિવાર માટે ખરીદી કરવાનું પસંદ કરે છે. સંબંધીઓ અને મિત્રોને મોંઘી ભેટ આપે છે. તેઓ ફેશનેબલ કપડાં, એસેસરીઝ, કોસ્મેટિક્સ, ગેજેટ્સ વગેરે જેવી વસ્તુઓ ખરીદવાનું પસંદ કરે છે. તેઓ સામાન ખરીદતી વખતે બજેટનું ધ્યાન રાખતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *