હાથનો અંગુઠો બતાવી દે છે ઘણા રહસ્યો, એની બનાવટથી જાણી શકાઈ છે તમારું ભવિષ્ય અને સ્વભાવ

Posted by

‘ભવિષ્ય’ એક એવી વસ્તુ છે કે દરેક વ્યક્તિ તેના વિશે જાણવા માટે ઉત્સુક છે. માનવ સ્વભાવ એવો છે કે તે તેની સાથે બનતી ઘટનાઓ વિશે જાણવા માંગે છે. ભવિષ્યમાં છુપાયેલા રહસ્યોને જાણવા માટે જ્યોતિષ શાસ્ત્ર , હસ્તરેખાશાસ્ત્ર અને સમુદ્ર શાસ્ત્ર ઉપયોગી છે. આના દ્વારા તમે માત્ર ભવિષ્ય જ નહીં પરંતુ વ્યક્તિના ભૂતકાળ અને સ્વભાવને પણ જાણી શકો છો. ભવિષ્ય જાણવાનો એક ફાયદો એ છે કે તે તમને સારું અને સફળ જીવન જીવવા માટે યોગ્ય માર્ગદર્શન આપે છે. પછી આ પ્રમાણે તમે તમારા જીવનના મહત્વના નિર્ણયો લો. તમે જન્માક્ષર અથવા હસ્તરેખાશાસ્ત્ર દ્વારા તમારા ભવિષ્યને ઘણી વખત જાણ્યું હશે. પરંતુ શું તમે જાણો છો કે તમારો અંગૂઠો પણ તમારા ભવિષ્ય અને સ્વભાવના ઘણા રહસ્યો ઉજાગર કરવામાં સક્ષમ છે.

તમારા અંગૂઠાનો આકાર અને કદ તમારા વિશે ઘણા રહસ્યો જાહેર કરી શકે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને આ અંગૂઠાના આધારે વ્યક્તિનું ભવિષ્ય અને સ્વભાવ જણાવીશું. આ માહિતી વાંચ્યા પછી, તમે તમારા અથવા બીજા કોઈના અંગૂઠાને જોઈને ઘણું જાણી શકશો.

નાનો અંગૂઠો

સમુદ્ર શાસ્ત્ર અનુસાર જે લોકોના અંગૂઠા ટૂંકા હોય છે તેઓ કવિતા, લેખન કે સંગીત જેવા સર્જનાત્મક કાર્યોમાં નિષ્ણાત હોય છે. તેમને જીવનમાં ઘણો પ્રેમ મળે છે. આવા લોકો પોતાના મનની વાત ઓછી અને દિલની વાત વધારે સાંભળે છે. આ જ કારણ છે કે તેઓ સહેલાઈથી અન્યને સૂચનો આપે છે પરંતુ જ્યારે પોતાના માટે નિર્ણય લેવાની વાત આવે છે ત્યારે તેઓ યોગ્ય સમયે નિર્ણય લેવામાં અસમર્થ હોય છે.

લાંબો અંગૂઠો

જે લોકોના અંગુઠા લાંબા હોય છે તેઓ આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા હોય છે. તેઓ એક સારા નેતા પણ હોઈ છે. તેમની પાસે ઘણું તેજ દિમાગ હોઈ છે. તેઓ જાણે છે કે દરેક પ્રકારની પરિસ્થિતિને કેવી રીતે નિયંત્રિત કરવી. તેમને જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી હોતી. લાંબા અંગુઠાવાળા લોકો મોટાભાગે અમીર હોય છે.

કઠોર અંગૂઠો

કઠોર અંગૂઠાવાળા લોકોનો સ્વભાવ ક્રોધી હોય છે. તેઓ કડક સ્વભાવના હોય છે. આ સ્વભાવને કારણે તેમનું કામ ઘણીવાર બગડી જાય છે. વેલ, આ લોકોનું દિલ એકદમ સાફ હોય છે.

નરમ અંગૂઠો

આ પ્રકારનો અંગૂઠો ધરાવતા લોકોમાં સકારાત્મક વિચારસરણીનો સ્વભાવ હોય છે. તેઓ જીવનમાં કંઈક હાંસલ કરવા ઈચ્છે છે. તેથી તેઓને શીખવાની ઈચ્છા હોય છે. તેઓ એક સારા બિઝનેસમેન બને છે.

લચીલો અંગૂઠો

જો તમારો અંગૂઠો આસાનીથી પાછળ વળે તો તે લચીલો એટલે કે ફ્લેક્સિબલ કેટેગરીમાં આવે છે. આવા લોકો કોઈપણ પરિસ્થિતિમાં સરળતાથી અનુકૂળ થઈ જાય છે. તેમનામાં કોઈ જીદ હોતી નથી. તેઓ તકોને ઓળખવામાં નિષ્ણાત હોઈ છે. તેઓ ઝડપથી બીજાની વાતમાં આવી જાય છે. આ કારણે ઘણી વખત તેઓ પોતાને નુકસાન પણ પહોંચાડે છે. તેઓ જીવનમાં ઘણું કમાય છે, પરંતુ ઘણો ખર્ચ પણ કરે છે. તેઓ બચત કરવામાં નબળા હોઈ છે.

સીધો અંગૂઠો

આ લોકો મહેનતુ અને પ્રમાણિક હોય છે. તેમનામાં કોઈ કામ કરવાની ઈચ્છા અને જુસ્સો હોય છે. તેથી જ તેઓ જે જોઈએ છે તે મેળવીને જ જંપે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *