હોસ્પિટલમાં એક મહિલાને ચોથું બાળક થયું. નર્સ : અભિનંદન, ભગવાને તને દીકરો આપ્યો છે. તમે શું માંગ્યું હતું, દીકરો કે દીકરી? પછી મહિલાએ એવો જવાબ આપ્યો કે નર્સને પણ શરમ આવી ગઈ

Posted by

જોક્સ-૧
એક ૮૮ વર્ષના વૃદ્ધને ફોન આવ્યો.
સાહેબ હું બેંક માંથી વાત કરી રહ્યો છું.
તમે અમારો મ્યુચ્યુઅલ ફંડ લઇ લો,
સાત વર્ષમાં પૈસા ડબલ થઇ જશે.
વૃદ્ધે સરસ જવાબ આપ્યો : દીકરા, હું ઉંમરના એ ચરણ પર છું કે
કેળા પણ કાચા નથી ખરીદતો.

જોક્સ-૨
હોસ્પિટલમાં એક મહિલાને ચોથું બાળક થયું.
નર્સ : અભિનંદન, ભગવાને તને દીકરો આપ્યો છે.
તમે શું માંગ્યું હતું, દીકરો કે દીકરી?
મહિલા : બહેન મેં એમાંથી કાંઈ માગ્યું ન હતું.
હું તો નહાવા ગઈ હતી,
ત્યારે તેના પપ્પા પાસેથી ટુવાલ માગ્યો હતો.

જોક્સ-૩
છગન : આજે મેં મારી પત્નીને ચોકીદાર સાથે ફિલ્મ જોવા જવાનો પ્લાન બનાવતા સાંભળી.
મગન : તો પછી તું તેમની પાછળ ન ગયો?
છગન : ના યાર, હકીકતમાં તે ફિલ્મ મેં જોઈ લીધી હતી.

જોક્સ-૪
સાસુ : વહુ આપણી પાડોશી સુષ્મા એક નંબરની જુઠ્ઠી છે,
તેની વાત પર ક્યારેય વિશ્વાસ ન કરતી.
વહુ : સારું.
થોડી વાર પછી,
સાસુ : વહુ, સુષ્મા આજે તને શું કહેતી હતી?
વહુ : તે કહેતા હતા કે તારી સાસુ બહુ સારી સ્ત્રી છે.

જોક્સ-૫
પરિમલ બાબા એક દિવસ આસન પાથરીને બેઠા હતા અને ભક્તો તેમના દુઃખ સંભળાવીને બાબા પાસે સલાહ માંગી રહ્યા હતા.
એવામાં પપ્પુનો વારો આવ્યો.
પપ્પુ : નમસ્કાર, બાબા મને કોઈ રસ્તો બતાવો. મારા લગ્ન નક્કી નથી થતા, એટલે હું તમારી શરણમાં આવ્યો છું.
પરિમલ બાબા : તમે શું કામ કરો છો?
પપ્પુ : લગ્ન કરવા માટે શું કરવું યોગ્ય રહેશે?
પરિમલ બાબા : તમે મીઠાઈની દુકાન ખોલો.
પપ્પુ : બાબા, ૨૫ વર્ષથી ખુલ્લી છે, મારા પિતાની મીઠાઈની દુકાન જ છે.
પરિમલ બાબા : શનિવારે સવારે ૯ વાગે દુકાન ખોલો.
પપ્પુ : શનિ મંદિરની બાજુમાં અમારી દુકાન છે અને હું દરરોજ ૯ વાગ્યે જ ખોલું છું.
પરિમલ બાબા : કાળા કુતરાને મીઠાઈ ખવડાવો.
પપ્પુ : મારી પાસે બે કાળા કુતરા છે, ટોની અને બંટી. હું સવાર-સાંજ તેમણે મીઠાઈ ખવડાવું છું.
પરિમલ બાબા : સોમવારે શિવ મંદિર જાવ.
પપ્પુ : માત્ર સોમવારે જ નહીં હું તો હું દરરોજ શિવમંદિર જાઉં છું. દર્શન કર્યા વિના ભોજનને હાથ પણ નથી લગાડતો.
પરિમલ બાબા : તમારા કેટલા ભાઈ-બહેનો છે?
પપ્પુ : બાબા, તમારા મતે લગ્ન કરવા માટે કેટલા ભાઈ-બહેન હોવા જોઈએ?
પરિમલ બાબા : બે ભાઈઓ એક બહેન હોવા જોઈએ.
પપ્પુ : બાબા, મને ખરેખર બે ભાઈ અને એક બહેન છે. પ્રકાશ, દીપક અને મીના.
પરિમલ બાબા : તો દાન કરો.
પપ્પુ : બાબા, મેં અનાથાશ્રમ ખોલ્યું છે, હું રોજ થોડું થોડું દાન આપું છું.
પરિમલ બાબા : એકવાર બદ્રીનાથ જા.
પપ્પુ : બાબા, તમારા મતે લગ્ન કરવા માટે બદ્રીનાથ કેટલી વાર જવું જરૂરી છે?
પરિમલ બાબા : જીવનમાં એકવાર જવું જ જોઈએ.
પપ્પુ : હું ત્રણ વાર ગયો છું.
પરિમલ બાબા : વાદળી શર્ટ પહેરો.
પપ્પુ : બાબા, મારી પાસે ફક્ત વાદળી રંગના જ કુર્તા છે, મેં તે બધા કાલે ધોવા માટે આપ્યા છે, જ્યારે તે પાછા આવશે ત્યારે તે જ પહેરીશ.
બાબા શાંત થાય છે અને મનમાં વિચારવા માંડે છે, આને શું કહું, જે તેણે કર્યું ન હોય?
પપ્પુ : બાબા, એક વાત કહું?
પરિમલ બાબા : હા, જે કહેવું હોય તે કહો.
પપ્પુ : હું પહેલેથી જ પરણેલો છું અને ૩ બાળકોનો પિતા છું. હું અહીંથી પસાર થઈ રહ્યો હતો, તો વિચાર્યું કે ટાઈમ પાસ કરતો જાઉં.

જોક્સ-૬
જયેશ : જો તને ગરમી લાગે છે તો તું શું કરે છે?
પપ્પુ : હું જઈને કુલર પાસે બેસી જાઉં છું.
જયેશ : તેમ છતાં પણ ગરમી લાગે તો શું કરે છે?
પપ્પુ : પછી હું કુલર ચાલુ કરું છું.

જોક્સ-૭
રમેશે પોતાના પાડોશી મિત્ર સુરેશને કહ્યું,
આજે સવારે તારા કુતરાએ મારી બુક ફાડી નાખી.
સુરેશ : તું ચિંતા ના કર, હું તેને સજા કરીશ.
રમેશ : રહેવા દે ભાઈ, મેં તેને સજા આપી દીધી છે.
સુરેશ : કઈ રીતે?
રમેશ : હું તેના વાટકી માંથી બધું દુધ પી ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *