જે વ્યક્તિના ભાગ્યમાં લક્ષ્મી હોય છે તેને મળે છે આ ૧૦ સંકેત, કિસ્મત સુર્યની જેમ ચમકશે

Posted by

દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સારા સમયની રાહ જુએ છે, જેથી તેની પ્રગતિ થાય. સુખી જીવન ખુશહાલ હોય. ભાગ્યનો સાથ એવી રીતે મળે કે દરેક કાર્ય સફળ થાય. ધનની ક્યારેય કમી ન થાય. જ્યારે સારો સમય આવવાનો હોય અથવા નસીબ તમારા પર મહેરબાન થવાનું હોય, ત્યારે તમને પહેલાથી જ કેટલાક સંકેત મળવા લાગે છે. જ્યારે સારો સમય આવે છે, ત્યારે નસીબ સૂર્યની જેમ ચમકે છે અને વ્યક્તિને જીવનની બધી ખુશીઓ મળે છે. ચાલો જાણીએ સારા સમયના 10 શુભ સંકેત.

સારા સમયની ૧૦ નિશાની

૧.  જો તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરેથી નીકળ્યા છો અને રસ્તામાં તમને નવી વર-કન્યા એકસાથે દેખાય તો સમજી લેવું કે તમારો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે. આને સારા દિવસનો શુભ સંકેત માનવામાં આવે છે.

૨.  જો કોઈ દિવસ તમારા પર પક્ષી ચરકે , તો તેને ખરાબ ન માનો. આ તમારા માટે સારો સંકેત હોઈ શકે છે. એવી માન્યતા છે કે જ્યારે પક્ષી કોઈ વ્યક્તિ પર ચરકે છે, ત્યારે તેનું સૌભાગ્ય શરૂ થાય છે.

૩.  તમે મુસાફરી કરી રહ્યા છો અને તે દરમિયાન તમને સાપ અને વાંદરાઓ દેખાય છે, તો તે સારા સમયનો શુભ સંકેત છે. તમારા જીવનની નાણાકીય કટોકટી દૂર થવાની છે. પૈસા તમારી પાસે આવી શકે છે. એટલું જ નહીં જો ઘરમાં ચામાચીડિયાનો વસવાટ હોય તો તે પણ શુભ માનવામાં આવે છે.

૪.  જો તમે રાત્રે આકાશમાં તારાઓ ખરતા જુઓ તો તરત જ તમારી ઈચ્છા વ્યક્ત કરો. માન્યતાઓ અનુસાર, તે ઈચ્છા ૩૦  દિવસમાં પૂરી થઈ શકે છે. આ એક શુભ સંકેત પણ માનવામાં આવે છે.

૫.  કાચબો જોવો એ શુભ સંકેત છે. ભગવાન વિષ્ણુએ કાચબાનું રૂપ ધારણ કર્યું હતું. જો તમને સપનામાં કાચબો દેખાય છે તો તે સૌભાગ્યની નિશાની છે. બંધ નસીબના દરવાજા જલ્દી ખુલી શકે છે.

૬.  કોઈ દિવસ તમે તમારા ઘરની નજીક અથવા રસ્તામાં મોર જુઓ અથવા મોરને નાચતા જુઓ તો તે દિવસથી તમારા સારા દિવસો શરૂ થઈ શકે છે. મોરનું દર્શન શુભ માનવામાં આવે છે.

૭.  જો તમારા ઘરના મુખ્ય દરવાજે હાથી તેની સૂંઢ ઉંચી કરીને ઉભો હોય તો સમજી લેવું કે તમારા ત્યાં લક્ષ્મીજીનું આગમન થવાનું છે. તમારા પરિવારની સુખ-સમૃદ્ધિમાં વધારો થવાનો છે. હાથીને ગણેશજીનું પ્રતીક માનવામાં આવે છે.

૮.  ઘરની છત પર કોયલ બોલવી એ પણ એક શુભ સંકેત છે. જો આવું થાય તો તમારી સંપત્તિ વધી શકે છે.

૯.  જો તમને તમારા સપનામાં અથવા રસ્તામાં સોનાનો સાપ દેખાય છે, તો સમજો તમારા સારા દિવસો શરૂ થવાના છે. આને સૌભાગ્યની તાકાતની નિશાની માનવામાં આવે છે.

૧૦.  જે દિવસે તમે સવારે ઉઠો અને સૌથી પહેલા દહીં કે દૂધ જુઓ તો તે સૌભાગ્યની નિશાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *