કાળસર્પ દોષને લીધે જીવનમાં બને છે આવી ઘટનાઓ, જલ્દીથી કરી લો આનો ઉપાય, નહિતર મુકાઇ જશો મુશ્કેલીમાં

Posted by

દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ખુશીથી જીવવા માંગે છે, કોઈ પણ વ્યક્તિ નથી ઈચ્છતો કે તેને તેના જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે કોઈ સમસ્યાનો સામનો કરવો પડે, વ્યક્તિ ખુશ રહેવા માટે ઘણી મહેનત કરે છે પરંતુ જો તમને તમારી મહેનતનું યોગ્ય પરિણામ નથી મળતું , તમે બીજાનું ભલું કરો છો પણ બદલામાં તમને બુરાઈ જ મળે છે અથવા જ્યારે તમારો ખરાબ સમય આવે છે, તમારા સંબંધીઓ તમારાથી અંતર વધારી દે છે, તો આ બધામાં તમારી તરફથી કોઈ પણ પ્રકારની ભૂલ હોતી નથી, તે તમારી કુંડળીમાં હાજર કાલસર્પ દોષનું પરિણામ છે.

આજે, આ આર્ટીકલ દ્વારા, અમે તમને તમારી કુંડળીમાં કાલસર્પ દોષ હોય તો તમારે કઈ પરિસ્થિતિમાંથી પસાર થવું પડશે અને કાલસર્પ દોષથી છુટકારો મેળવવાનો ઉપાય શું છે તેની માહિતી આપવા જઈ રહ્યા છીએ.

ચાલો જાણીએ કે કાલસર્પ દોષ થાય ત્યારે શું થાય છે.

મહેનતનું પૂરું ફળ મળતું નથી

જો તમારી કુંડળીમાં કાલસર્પ દોષની અસર હોય તો તમે ગમે તેટલી મહેનત કરો તો પણ તમને તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળતું નથી. તમે તમારા દરેક કાર્યને તમારી સમજણથી અને યોગ્ય રીતે કરો છો અને કામ કરતી વખતે બધી બાબતોનું ધ્યાન રાખો છો તો પણ તમારે નુકસાન જ સહન કરવું પડે છે.

તમારા પોતાના પણ સાથ છોડી દે છે

કુંડળીમાં કાલસર્પ દોષને કારણે, તમે જેમના પર વિશ્વાસ કરો છો અને તમારા પોતાના માનો છો, તે લોકો પણ જ્યારે તમારો ખરાબ સમય આવે છે ત્યારે તમારો સાથ છોડી દે છે, ભલે તમે તેમના ખરાબ સમયમાં તેમની પડખે ઊભા રહો અને તમને દરેક રીતે મદદ કરો, પરંતુ જરૂરતના સમયે, તેઓ તમને એકલા છોડીને ચાલ્યા જાય છે.

તમારા કોઈ દોષ વગર સજા મળવી

જેમાં તમારો કોઈ વાંક નથી, પરંતુ તેના માટે તમને જવાબદાર બતાવવામાં આવે છે અથવા તમને કોઈ ભૂલની સજા આપવામાં આવી રહી છે કે જે ભૂલ તમે કરી જ નથી. તમારી મહેનતનો બધો જ શ્રેય બીજા કોઈને ચાલ્યો જાય છે, સફળતા મેળવવાના માર્ગમાં અવરોધો આવે છે તો આ કાલસર્પ દોષની અસર છે.

તમારા પરિવાર અને લગ્નજીવનમાં સમસ્યાઓ

 

જો તમારી કુંડળીમાં કાલસર્પ દોષની અસર હોય તો તેનાથી લગ્ન ન થવું કે લગ્નજીવનમાં સમસ્યાઓ આવી શકે છે. જો તમે લગ્ન કરો છો તો તમારા દાંપત્ય જીવનમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે, સંતાન ના થવું કે સંતાનના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સતત સામનો કરવો પડી શકે છે. તમારું સ્વાસ્થ્ય પણ વારંવાર બગડવું, આ કાલસર્પ દોષના લક્ષણો હોય છે.

કાલસર્પ દોષની શાંતિ માટે કરો આ ઉપાય

– જો તમારે તમારી કુંડળીમાંથી કાલસર્પ દોષમાંથી મુક્તિ મેળવવી હોય તો ચાંદીના સાપની જોડી બનાવડાવીને વિધિપૂર્વક પૂજા કર્યા પછી તેને પાણીમાં વહેતા મૂકી દો અથવા કોઈ મદારીને પૈસા આપીને એના દ્વારા પકડેલા નાગ નાગણના જોડને જંગલમાં છોડી દો.

– જો તમે કાલસર્પ દોષથી છુટકારો મેળવવા માંગો છો, તો તેના માટે દરરોજ ગૌમૂત્રથી તમારા દાંત સાફ કરો અથવા તમારા વજન જેટલો કોલસો પાણીમાં પ્રવાહિત કરી દો.

– કાલસર્પ દોષથી મુક્તિ મેળવવા માટે કોઈ મંદિરના શિવલિંગ કે જ્યાં નાગનું છત્ર ના હોય ત્યાં વિધિવત પૂજા કરીને શિવલિંગ પર નાગ સ્થાપિત કરો. તમે ભગવાન શિવને ચંદનનું અત્તર પણ અર્પણ કરી શકો છો અને ચંદનના અત્તરનો ઉપયોગ પોતે પણ કરો.

– કાલસર્પ દોષથી છુટકારો મેળવવા માટે નાળિયેર પર નાગ નાગણની જોડી બનાવો અને આ નારિયેળ પર નાડાછડી લપેટી લો, ત્યારબાદ આ નાળિયેરને પાણીમાં વહેતું મૂકી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *