કરોળિયાના જાળાથી લઈને કાળી બિલાડી સુધી આ ૧૦ ઘટનાઓ બતાવે છે કે તમારી ઉપર શનિદેવની અશુભ છાયા છે

Posted by

શનિના દોષ તમારા જીવનમાં અશાંતિ પેદા કરી શકે છે. જો શનિની પ્રતિકૂળ અસર તમારા ઘરમાં આવે છે તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. હવે એક પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે આપણા પર શનિની પ્રતિકૂળ છાયા છે કે નહીં તે કેવી રીતે જાણી શકાશે? સામાન્ય રીતે આ કુંડળી જોઈને જાણી શકાય છે. પરંતુ જો તમારી પાસે કુંડળી નથી અથવા તો તમે આ બાબતોમાં નિષ્ણાત નથી, તો તમે કેટલાક સરળ સંકેતો દ્વારા શનિની અશુભ છાયાનો અંદાજ લગાવી શકો છો.

શનિના ખરાબ પ્રભાવના સંકેતો

૧- પગ સંબંધિત કોઈ રોગ હોવો એ તમારા પર શનિની અશુભ અસરનો સંકેત છે.

૨- જો તમે તમારી ક્ષમતા કરતા વધારે મહેનત કરો છો, પરંતુ તેમ છતાં ઈચ્છિત પરિણામ નથી મળતું તો તે શનિના ખરાબ પ્રભાવનો સંકેત છે.

૩- એક પછી એક ધનની ખોટ જવી પણ શનિની અશુભ છાયાનો સંકેત છે.

૪- જો ઘરમાં કાળા રંગના પાલતુ જેમ કે કાળો કૂતરો કે ભેંસ વગેરે મૃત્યુ પામે છે તો તે પણ શનિના પ્રકોપનો સંકેત આપે છે.

૫- જો તમે કોઈ ખોટા આરોપને કારણે કોર્ટના ચક્કર લગાવી રહ્યા છો, તો આ શનિના પ્રકોપનું પરિણામ પણ હોઈ શકે છે.

૬- નોકરી કરતા લોકોને શનિની અશુભ સ્થિતિને કારણે ઓફિસમાં પરેશાનીઓનો સામનો કરવો પડે છે.

૭- જો કાળી બિલાડી તમારા ઘરની આસપાસ વારંવાર રહે છે, તો તે શનિની અશુભ છાયાનો સંકેત પણ હોઈ શકે છે.

૮- તમારી કોઈ મોંઘી વસ્તુ ગુમાવવી કે ચોરી થઈ જવી એ પણ શનિની અશુભ સ્થિતિનો સંકેત છે.

૯- ઘરના ખૂણે-ખૂણે કરોળિયા દ્વારા વારંવાર જાળા બનાવવા અથવા ઘરમાં વધુ પડતી કીડીઓનું હોવું એ પણ શનિદેવના ઘેરા પડછાયાની નિશાની છે.

૧૦- જો ઘરની દિવાલ પર પીપળના છોડ વારંવાર ઉગતા હોય તો આ પણ શનિની પ્રતિકૂળ દ્રષ્ટિનો સંકેત છે.

શનિના પ્રકોપથી બચવાના ઉપાય

૧- જો તમે શનિદેવના પ્રકોપથી બચવા માંગતા હોવ તો આજથી જ રોજ હનુમાન ચાલીસાના પાઠ કરવાનું શરૂ કરો.

૨- તલ, અડદ, લોખંડ, તેલ, કાળા કપડા, કાળી ગાય અને ચંપલ જેવી વસ્તુઓનું દાન કરો. આ વસ્તુઓ ભિખારીઓ, નબળા અથવા અપંગ વ્યક્તિઓ, નોકર અને સફાઈ કામદારોને દાનમાં આપી શકાય છે. કાળા ચણા, કાળા તલ, અડદની દાળ, કાળા કપડાં વગેરે જેવી કાળી વસ્તુઓનું દાન કરવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે.

૩- શનિવારે એક વાસણમાં તલનું તેલ લો અને તેની અંદર તમારો ચહેરો જુઓ. આ પછી આ પાત્રને શનિ મંદિરમાં અર્પણ કરો. અહીં શનિદેવને તલનું તેલ પણ ચઢાવો.

૪- કોઈપણ અંગત સ્વાર્થ વગર ગરીબોની સેવા કરો.

૫- પીપળના ઝાડના મૂળમાં કેસર, ચંદન, ચોખા અને ફૂલ યુક્ત પાણી અર્પિત કરો.

૬- શનિવારે તલના તેલનો દીવો પ્રગટાવો અને શનિદેવની પૂજા કરો.

૭- ગાય, કૂતરા અને ભિખારીઓને તેલમાં બનાવેલો સ્વાદિષ્ટ ખોરાક ખવડાવો.

૮- જો શનિદેવની પ્રતિકૂળ દ્રષ્ટિ તમારા પર છે તો માંસ અને દારૂનો ત્યાગ કરો.

૯- દર શનિવારે શનિદેવની સામે બેસીને ‘ॐ शं शनैश्चराय नमः’ મંત્રનો જાપ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *