કેવી રીતે થયો રાહુ-કેતુનો જન્મ? જાણો એનાથી જોડાયેલ કથા અને તેમને ખુશ કરવાના ઉપાયો

Posted by

તમે આ બે નામ ‘રાહુ અને કેતુ’ ઘણી વાર સાંભળ્યા હશે. આ બે ગ્રહોનો ઉલ્લેખ જ્યોતિષમાં જોવા મળે છે. આ વાસ્તવિક ગ્રહો નથી પણ છાયા ગ્રહો છે. જો કે, તેમની બદલાતી સ્થિતિની અસર રાશિચક્ર પર પડે છે. તેઓ હંમેશા ઊલટી ચાલ ચાલે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, આ એક રાક્ષસના શરીરના બે ભાગ છે. આમાં રાહુ રાક્ષસનું માથું છે જ્યારે કેતુ ધડ છે. કહેવાય છે કે રાહુ-કેતુ અશુભ હોય તો રાજા પણ ભિખારી બની જાય છે. આજે અમે તમને તેમની સાથે જોડાયેલી પૌરાણિક કથા જણાવવા જઈ રહ્યા છીએ.

રાહુ-કેતુ કથા

એકવાર દેવો અને દાનવો મળીને સમુદ્ર મંથન કરી રહ્યા હતા. તેમાંથી અનેક રત્નો નીકળ્યા. દેવતાઓ અને દાનવોએ આને એકબીજામાં વહેંચી દીધા. અંતે ભગવાન ધન્વંતરિ અમૃતનું પાત્ર લઈને બહાર આવ્યા. જેણે આ અમૃત પીશે તે હંમેશ માટે અમર થઈ જશે. તેથી, આને લઈને દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ શરૂ થયું. આવી સ્થિતિમાં ભગવાન વિષ્ણુએ મોહિની અવતાર લીધો અને બંને પક્ષોને અમૃત પીવડાવવાનું શરૂ કર્યું. જોકે તે માત્ર રાક્ષસોને અમૃત આપવાનો ઢોંગ કરી રહ્યા હતા, વાસ્તવિક અમૃત તો દેવતાઓને જ આપવામાં આવતું હતું.

વર્ભાનુ નામના રાક્ષસને આ વાતની જાણ થઈ. તે પોતાનું સ્વરૂપ બદલીને દેવતાઓ સાથે બેસી ગયો. જ્યારે મોહિની રૂપમાં ભગવાન વિષ્ણુએ તેને અમૃત પીવડાવ્યું ત્યારે સૂર્ય અને ચંદ્રએ તેમને ઓળખી લીધા અને તેઓએ બધાને કહી દીધું.

ત્યારે ભગવાન વિષ્ણુએ તેમના ચક્ર વડે તે રાક્ષસનું માથું તેના શરીરથી અલગ કરી દીધું. જો કે તે અમૃત પીવાથી મૃત્યુ પામ્યો ન હતો. તેના માથાને રાહુ કહેવાયુ જ્યારે તેના ધડને કેતુ કહેવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં બંનેને ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે. તેઓ કુંડળી પ્રમાણે મનુષ્યના જીવનમાં શુભ અને અશુભ પરિણામો આપે છે.

રાહુના ઉપાય

શનિવારે ભગવાન કાલભૈરવને મદિરા અને દહીં વડા અર્પણ કરો. રોજ રાહુમંત્ર ॐ भ्रां भ्रीं भ्रौं सः राहवे नमः। મંત્રનો જાપ કરો. નહાવાના પાણીમાં કુશ નાખીને રોજ સ્નાન કરો. શનિવારે મીઠી વસ્તુઓ ન ખાવી. દરરોજ ઓમ નમઃ શિવાય અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. આ ઉપાયોથી રાહુ સાથે જોડાયેલા તમામ દોષ દૂર થઈ જશે.

કેતુનો ઉપાય

કાળી ગાયનું દાન કરો. જો તમે આ કરી શકતા નથી તો કાળી ગાયને ચારો ખવડાવો. ગરીબ, લાચાર અને વિકલાંગ વ્યક્તિઓને ભોજન અને પૈસા દાન કરો. તેમનું અપમાન ન કરો. કેતુના બીજ મંત્ર  ‘ॐ कें केतवे नमः’  નો જાપ કરો. બુધવારે ભગવાન ગણેશની પૂજા કરો અને ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરો. ઘરના વડીલોની સેવા કરો. આ બધા ઉપાયોથી કેતુ સંબંધિત દોષો દૂર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *