ખરાબ સમય પીછો નથી છોડી રહ્યો તો અપનાવો આ ઉપાય, વડના પાન પર સ્વસ્તિક બનાવી મૂકી દો આ જગ્યાએ

Posted by

માનવ જીવન ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે. માણસ પોતાના જીવનકાળમાં ઘણા ઉતાર-ચઢાવમાંથી પસાર થાય છે. જીવનમાં ક્યારેક સુખ આવે છે, તો ક્યારેક જીવનમાં સમસ્યાઓ ઉભી થવા લાગે છે. તમે સમજી શકો છો કે માનવ જીવન એક સિક્કાની બે બાજુની જેમ હોઈ છે. મનુષ્યના જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે. જો કોઈ વ્યક્તિ અત્યારે સારા સમયમાંથી પસાર થઈ રહી છે તો તેણે ભવિષ્યમાં ખરાબ સમયમાંથી પસાર થવું પડશે. જો અત્યારે ખરાબ સમય ચાલી રહ્યો છે તો ભવિષ્યમાં તમારા માટે સારો સમય પણ આવશે.

જો આપણે નજીકથી જોઈએ તો, આ દુનિયામાં કોઈ વ્યક્તિ એવી નથી કે જેનું જીવન એકસમાન રીતે વ્યતીત થાય. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમના જીવનમાં મુશ્કેલીઓ અને ખરાબ સમય ક્યારેય ન આવે, પરંતુ આ શક્ય નથી. માણસને તેના સારા સમયને જાળવી રાખવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે પરંતુ એક સમય એવો આવે છે જ્યારે તેને ખરાબ સમયનો પણ સામનો કરવો પડે જ છે.

સારા અને ખરાબ સમય આવતા અને જતા રહે છે, પરંતુ તમે ઘણી વાર અનુભવ્યું હશે કે જીવનમાં ક્યારેક ખરાબ સમય પીછો છોડવાનું નામ નથી લેતો. તમારા તમામ પ્રયાસો છતાં પણ જો ખરાબ સમયથી તમારો પીછો નથી છૂટી રહ્યો, તો તમે કેટલાક ઉપાયો અજમાવી શકો છો. આ ઉપાયો કરવાથી તમને ઘણો ફાયદો થશે.

સૂર્ય ભગવાનની પૂજા કરો

જો ધાર્મિક ગ્રંથો અનુસાર જોવામાં આવે તો, સૂર્ય ભગવાનને પ્રત્યક્ષ તરીકે વર્ણવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે જો સૂર્ય ભગવાનની પૂજા કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં આવનાર ખરાબ સમય દૂર થઈ શકે છે. જો તમે તમારા જીવનની સમસ્યાઓ અને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી મુક્તિ મેળવવા માંગો છો, તો તેના માટે તમારે સૂર્યની ઉપાસના શરૂ કરવી જોઈએ. તમારે દરરોજ સવારે નિયમિત રીતે સૂર્યદેવને જળ ચઢાવવું જોઈએ. રવિવાર સૂર્ય ભગવાનને સમર્પિત હોઈ છે, તેથી તમારે આ દિવસે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. તમને આનો લાભ મળશે.

હનુમાનજીની પૂજા કરો

ઘણીવાર એવું જોવા મળે છે કે મોટાભાગના લોકોના જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓ રહે છે. લોકો પૈસા સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ખૂબ પ્રયાસ કરે છે પરંતુ કોઈ ફાયદો થતો નથી. જો તમારા જીવનમાં પૈસાની તંગી હોય તો તમારે રાત્રે હનુમાનજીની પૂજા કરવી જોઈએ પરંતુ હનુમાનજીની પૂજા દરમિયાન સ્વચ્છતા અને પવિત્રતાનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. જ્યારે તમે હનુમાનજીની પૂજા કરો છો, ત્યારે મન અને શરીરનું શુદ્ધ હોવું જરૂરી છે. પૂજા દરમિયાન તમારે તમારા વિચારો પર નિયંત્રણ રાખવું જોઈએ. મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો.

વડના પાનનો ઉપાય ખરાબ સમયમાંથી છુટકારો મેળવવામાં મદદ કરશે.

તમારા ખરાબ સમયને દૂર કરવા માટે તમે વડના પાનનો ઉપાય કરી શકો છો. પંચાંગ જોયા પછી પુષ્ય નક્ષત્રના દિવસે વડના ઝાડનું એક પાન તોડીને તેના પર હળદરથી સ્વસ્તિક ચિન્હ બનાવો. તે પછી તે પાનને ઘરના પૂજા સ્થાન પર રાખો. આ ઉપાય અપનાવવાથી તમારો ખરાબ સમય દૂર થવા લાગશે. એટલું જ નહીં આ ઉપાય કરવાથી અટકેલા કામ પણ થવા લાગે છે.

શુક્રવારે ઉપવાસ રાખો

તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીને ધનની દેવી માનવામાં આવે છે અને માતા લક્ષ્મીજીનો દિવસ શુક્રવાર છે. આ દિવસે દેવી લક્ષ્મીની વિશેષ પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે. જો તમે આર્થિક સમસ્યાઓથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો શુક્રવારે વ્રત રાખો અને શ્રી કનક ધારા સ્તોત્રનો પાઠ કરો. આ ઉપાય કરવાથી જીવનના પ્રતિકૂળ સંજોગો દૂર થાય છે, એટલું જ નહીં પણ બેરોજગારી કે આર્થિક સમસ્યાઓ પણ દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *