લગ્ન માટે યોગ્ય જીવનસાથીની પસંદગી કેવી રીતે કરવી? જાણો આ વિષયમાં આચાર્ય ચાણક્યની સટીક સલાહ

Posted by

લગ્ન જીવનનો સૌથી મહત્વનો નિર્ણય હોય છે. આ તમારા જીવનનો સૌથી મોટો બદલાવ છે. તેથી તમારે તમારા જીવનસાથીની પસંદગી કરતી વખતે ખૂબ જ સાવધ રહેવું જોઈએ. જો તમે તમારા જીવનસાથીની પસંદગી કરવામાં ભૂલ કરો છો, તો તમારે જીવનભર પસ્તાવો કરવો પડશે. આ બાબતમાં તમને મદદ કરવા માટે અમે આચાર્ય ચાણક્યની નીતિઓ જણાવવા જઈ રહ્યા છીએ.

આચાર્ય ચાણક્ય તેમના સમયના મહાન રાજનીતિજ્ઞ અને કૂટનિતિજ્ઞ હતા. તેઓ લાઈફ મેનેજમેન્ટ વિશે પણ ઘણું જાણતા હતા. તેમણે પોતાના જ્ઞાન અને અનુભવોના આધારે ચાણક્ય નીતિ લખી છે. તેમાં જણાવેલી ઘણી બાબતો આજે પણ લાગુ પડે છે. ચાણક્ય અનુસાર જીવનસાથીની પસંદગી કરતા પહેલા કેટલીક ખાસ બાબતોની તપાસ કરવી જોઈએ. જે આ આર્ટીકલ દ્વારા અમે તમને જણાવીશું.

સુંદરતા નહીં ગુણ જુઓ

લાઈફ પાર્ટનરની પસંદગી કરતી વખતે મોટાભાગના લોકો તેમના દેખાવ અને સુંદરતાને જોતા હોય છે. પરંતુ આચાર્ય ચાણક્ય માને છે કે દેખાવ કરતાં ગુણો વધુ મહત્વ ધરાવે છે. સોંદર્યને તમે થોડા સમય માટે જોવાનો આનંદ માણી શકો છો. પરંતુ વ્યવહારિક જીવનની વાત આવે ત્યારે કુળ, ગુણો અને ચારિત્ર્ય કામમાં આવે છે. તેના આધારે જ લગ્નજીવનનું વાસ્તવિક સુખ પ્રાપ્ત થાય છે. તેથી સુંદરતા પાછળ નહીં પરંતુ ગુણો પાછળ ભાગો.

તમારા બરાબરના ઘરમાં લગ્ન કરો

વ્યક્તિએ હંમેશા પોતાની બરાબરના પરિવારની છોકરી અથવા છોકરા સાથે લગ્ન કરવા જોઈએ. આ સિવાય તમારા ગુણો અને વ્યક્તિત્વમાં પણ સમાનતા હોવી જોઈએ. તો જ તમે સુખી અને લડાઈ મુક્ત લગ્ન જીવન જીવી શકશો. જો તમારો પાર્ટનર તમારાથી ઘણો અલગ છે, તો તેને તમારી સાથે એડજસ્ટ કરવામાં મુશ્કેલી પડશે. પછી તમારો સંબંધ લાંબો સમય ટકશે નહીં.

અધિક ગુસ્સો કરનાર વ્યક્તિ સાથે લગ્ન ન કરો

આચાર્ય ચાણક્યનું માનવું છે કે ક્રોધ બહુ ખરાબ વસ્તુ છે. આ ગુસ્સાને કારણે વ્યક્તિ પોતાના હોશ ખોઈ બેસે છે. પછી તે કુટુંબ અને સંબંધો જોતો નથી. આ ગુસ્સો લગ્નજીવન બરબાદ થવાનું મુખ્ય કારણ છે. તેથી, વધુ સારું રહેશે કે તમે લગ્ન પહેલા તમારા ભાવિ જીવનસાથીના ગુસ્સાને તપાસો. તેને મુશ્કેલ પરિસ્થિતિમાં મુકો અને તેના ગુસ્સાની કસોટી કરો. જો તે ખૂબ ગુસ્સો કરે છે તો તેની સાથે લગ્ન ન કરો.

નાસ્તિક સાથે લગ્ન ન કરવા

આચાર્ય ચાણક્ય કહે છે કે ધર્મ અને કર્મ વ્યક્તિને સારી વ્યક્તિ બનાવે છે. ધર્મ કે કર્મમાં વિશ્વાસ ન હોય તેવી વ્યક્તિ સાથે લગ્ન ન કરવા જોઈએ. આવા લોકોનો કોઈ ભરોસો હોતો નથી. તે જ સમયે, જો તમને ધર્મમાં શ્રદ્ધા હોય અને બીજી વ્યક્તિ આનાથી વિરુધ્ધ હોય, તો તમારો મેળ શક્ય નથી. જો આવા બે લોકો લગ્ન કરે છે, તો સંબંધ લાંબો સમય ટકી શકતો નથી. તેથી, ચોક્કસપણે સામેની વ્યક્તિની ધર્મ પ્રત્યેની શ્રદ્ધા તપાસો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *