માલામાલ કરી દે છે માં લક્ષ્મીજી, બસ કરવાનું છે આ નાનું સરખું કામ, સાફ સફાઇના હોય છે ખાસ નિયમો

Posted by

ઘરમાં સ્વચ્છતા હોવી ખૂબ જ જરૂરી છે. તેનાથી માત્ર સારા સ્વાસ્થ્યનો લાભ જ નથી, પરંતુ ધાર્મિક લાભ પણ છે. શાસ્ત્રો અનુસાર ઘરમાં સ્વચ્છતા અને સાફ સફાઈ રહેવાથી સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. ધનની દેવી લક્ષ્મી આ સકારાત્મક ઉર્જાથી આકર્ષાય છે. તે પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે. આપણે સફાઈ માટે સાવરણી અને પોતાંનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે તેનો ઉપયોગ કરવા માટે પણ કેટલાક ખાસ નિયમો છે. જો આ વાસ્તુ નિયમોનું પાલન ન કરવામાં આવે તો ધનહાનિ થઈ શકે છે. માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે.

સાવરણી અને પોતાંના માટે ખાસ નિયમો

૧- ઘર, ઓફિસ અને દુકાન જેવી જગ્યાઓ સાફ કરવા માટે આ યોગ્ય સમય હોય છે જેમ કે ઝાડુ સવારે સૂર્યોદય પછી જ કરવું જોઈએ. જ્યારે સાંજે સૂર્યાસ્ત પછી ઝાડુ ન લગાવવું જોઈએ. વાસ્તવમાં સાંજ પછી દેવી લક્ષ્મીના આગમનનો સમય છે. તેથી આ પહેલા ઘરની સફાઈ પૂર્ણ કરી લેવી જોઈએ. આમ કરવાથી દેવી લક્ષ્મી ઝડપથી તમારા ઘરે આવશે અને ઘરમાં ધનનો આશીર્વાદ રહેશે.

૨- તમે જ્યાં સાવરણી રાખો છો તે સ્થાન પણ મહત્વનું છે. તમારે સાવરણી એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાં તેને કોઈ જોઈ ન શકે. તેને ખુલ્લામાં રાખવાનું ટાળો. એવું કહેવાય છે કે જો ઘરની બહાર કોઈ વ્યક્તિ તમારી સાવરણી જુએ તો તમારી બર્કતને નજર લાગી શકે છે. પછી તમને નુક્શાન જ નુક્શાન થઈ શકે છે. આ સિવાય સાવરણી ઉભી રાખવાનું પણ ટાળવું જોઈએ. તેને હંમેશા નીચે જમીન પર જ રાખો.

૩- રસોડામાં ક્યારેય સાવરણી કે મોપ ન રાખવુ જોઈએ. અન્નની દેવી માતા અન્નપૂર્ણા અહીં નિવાસ કરે છે. જો તમે રસોડામાં ગંદા મોપ અથવા સાવરણી જેવી વસ્તુઓ રાખો છો, તો માતા અન્નપૂર્ણા ગુસ્સે થશે. તેને દુઃખી જોઈને માતા લક્ષ્મી પણ ગુસ્સે થઈ જશે. પછી તમારા ઘરમાં ગરીબી અને નકારાત્મકતા આવવા લાગશે.

૪- સાવરણીનો ઉપયોગ ક્યારેય કોઈ જાનવરને ભગાડવા અથવા કીડા મકોડા મારવા માટે ન કરવો જોઈએ. તેમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. આવું કરવાથી તે ગુસ્સે થઈ શકે છે. આ સિવાય જો સાવરણી ભૂલથી તમારા પગને અડી જાય તો તેને કપાળ પર સ્પર્શ કરો અને તેમની માફી માગો. નહિ તો તમારા ઘરમાં ગરીબી અને દુ:ખ ફેલાઈ જશે.

૫- શનિવારે સાવરણી ખરીદવાનું ટાળવું જોઈએ. શુક્રવાર એ સાવરણી ઘરે લાવવાનો શુભ દિવસ છે. જો તમે કોઈ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા હોવ તો તરત ઝાડુ ન લગાવો. આનાથી તમારું કાર્ય સફળ નહીં થાય. મોપિંગ કર્યા પછી પોતાંને ગંદુ ન રાખો. તેના બદલે તેને યોગ્ય રીતે સાફ કરો. નહિ તો તેની ગંદકીના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાઈ જશે અને દેવી લક્ષ્મી ત્યાંથી વિદાય લેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *