પૈસાની કમી દૂર કરવી હોય તો આજથી આ વાતોનું ધ્યાન રાખવા માંડો, નહીં તો મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે

Posted by

આજના આ નવા યુગની વાત કરીએ તો મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ ખૂબ પૈસા કમાઈને આર્થિક રીતે સમૃદ્ધ બનવા માંગે છે. આ દુનિયામાં લગભગ દરેક વ્યક્તિ એક સપનું જુએ છે કે તેને જે જોઈએ છે તે વસ્તુ ખરીદતા પહેલા તેને વધારે વિચારવાની જરૂર ના પડે. આજના સમયમાં દરેક વ્યક્તિ એટલા પૈસા કમાવા માંગે છે કે ખરીદી કરતી વખતે તેને કોઈપણ વસ્તુની કિંમતથી કોઈ ફરક ન પડે. એટલે કે દરેક વ્યક્તિ ટેન્શન વિના જીવન પસાર કરવા માંગે છે, જેમાં પૈસાની સમસ્યા ન હોય.

પૈસો એક એવી વસ્તુ છે જે વ્યક્તિને ક્યારેય સંતુષ્ટ કરી શકતી નથી. ગરીબ વ્યક્તિ પૈસા મેળવવા પાછળ દોડે છે, જ્યારે અમીર વ્યક્તિ પૈસા વધારવા માટે દોડે છે. જો તમે પણ અમીર બનવા ઈચ્છો છો, તો તમારા સપનાને વાસ્તવિકતામાં બદલવા માટે તમારે તમારી આવક વધારવી પડશે અને બિનજરૂરી ખર્ચાઓ ઘટાડવા પડશે. આ સિવાય શાસ્ત્રો અનુસાર એવા ઘણા કામો છે, જો કોઈ વ્યક્તિ તેને છોડી દે તો તે થોડા જ સમયમાં ધનવાન બની શકે છે. તો ચાલો જાણીએ એવા કામો વિશે જે તમારી આર્થિક તંગીને દૂર કરી શકે છે.

-જો તમે દાન નથી કરતા તો તમને જણાવી દઈએ કે હિંદુ ધર્મના શાસ્ત્રો અનુસાર દાન કરવું એ ખુબજ મોટું પુણ્ય માનવામાં આવે છે. દાન દરેક વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સિવાય શીખ ધર્મ અનુસાર જો કોઈ વ્યક્તિ પોતાની કમાણીનો દસમો ભાગ દાન કરે તો તે વ્યક્તિનું જીવન સફળ થઈ શકે છે. એટલા માટે તમારે નિયમિત રૂપે દાન કરવું જોઈએ કારણ કે સંપત્તિ લાંબા સમય સુધી દાતા પાસે રહે છે.

-ઘણી સ્ત્રીઓ સાંજે ઘરની બહાર પડોશીઓ સાથે ગપસપ કરવા બેસે છે. પરંતુ તમને જણાવી દઈએ કે ઘરના મુખ્ય દરવાજા પર બેસવાથી આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. આ સિવાય દરવાજા પાસે બેસવું પણ અશુભ માનવામાં આવે છે. આવું કરવાથી તે ઘરમાં માતા લક્ષ્મી ક્યારેય આવતી નથી.

-જો તમારે સફળ વ્યક્તિ બનવું હોય તો આજથી જ ગંદા કપડા પહેરવાની આદત છોડી દો. કારણ કે લક્ષ્મી માને સ્વચ્છતા ખૂબ પસંદ છે, તેથી ગંદા કપડા પહેરવાથી તે ગુસ્સે થાય છે.

-ઘણા લોકોને દાંત રગડવાની ખરાબ આદત હોય છે. આમ કરવાથી તમારી સુંદરતા તો બગડશે જ, પરંતુ તમે આર્થિક અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી ઘેરાઈ જશો. જો તમારે કંઇક બનવું છે અથવા તમારી જાતને સફળતાના મંચ પર જોવાની ઇચ્છા છે, તો ભૂલથી પણ તમારા દાંતને ના રગડો.

-ઘણા ઘરોમાં આર્થિક તંગીનું કારણ તેમના ઘરમાં રહેલા કારોળિયાના જાળા હોય છે. ઘરમાં કરોળિયાનું જાળું હોવું અશુભ માનવામાં આવે છે. આના કારણે પરિવારની મૂંઝવણો અને ચિંતાઓ વધે છે.

-હિંદુ ધર્મના શાસ્ત્રોમાં લખ્યું છે કે સૂર્યોદય પછી અને સૂર્યાસ્તના સમયે વ્યક્તિએ ભૂલથી પણ સૂવું ન જોઈએ. આ સિવાય મોડી રાત સુધી જાગતા રહેવાથી ધન અને આર્થિક મુશ્કેલીઓ પણ વધે છે. એટલા માટે ક્યારેય પણ બિનજરૂરી ઊંઘ ન લો.

-ઘણા લોકો વિચાર્યા વગર આડેધડ પૈસા ખર્ચી નાખે છે. આવી સ્થિતિમાં, તમારા બિનજરૂરી ખર્ચાઓ બંધ કરો અને પૈસા બચાવવાનું શરૂ કરો. આવું કરવાથી તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *