પત્નીએ કરવાનો છે હળદળના પાણીનો આ ચમત્કારી ઉપાય, જલ્દી ચમકી ઉઠશે પતિની કિસ્મત

Posted by

ધાર્મિક ગ્રંથોમાં, પત્નીને પતિની અર્ધાંગિની માનવામાં આવે છે, એટલે કે, તે પતિનુ એક અંગ માનવામાં આવે છે. આવા શાસ્ત્રોમાં, પત્ની માટે કોઈપણ ધાર્મિક કાર્યમાં પતિની સાથે રહેવું ફરજિયાત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પત્ની વિના પતિનું કોઈપણ ધાર્મિક કાર્ય અથવા અનુષ્ઠાન પૂર્ણ થઈ શકતું નથી. જો પત્ની પતિની સાથે પૂજા વિધિમાં ભાગ લે તો જ તે સફળ માનવામાં આવે છે અને પતિને તેનું યોગ્ય પુણ્ય મળે છે. આ રીતે પત્નીના તમામ કાર્યોનું પુણ્ય તેના પતિ સાથે જોડાયેલું છે. આ જ કારણ છે કે જ્યોતિષમાં પણ પત્નીને પતિની સફળતા માટે કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે.. આજે અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ધાર્મિક ગ્રંથોમાં જ્યાં પત્નીને અનેક અધિકારો મળ્યા છે ત્યાં કેટલીક આવશ્યક ફરજો પણ નક્કી કરવામાં આવી છે. કેટલીક પત્નીઓને પતિના લાંબા આયુષ્યની સાથોસાથ સફળતાની કામના કરવા માટે કેટલાક આદર્શ કાર્યો કરવા પણ જણાવવામાં આવ્યા છે, કારણ કે એવું માનવામાં આવે છે કે પત્ની જે પણ શુભ કાર્ય કરે છે તેનું સીધું ફળ પતિને મળે છે. એટલા માટે જ જ્યોતિષમાં કેટલાક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને જો પત્ની કરે તો પતિની સમસ્યાઓ દૂર થઈ શકે છે. તો ચાલો જાણીએ હળદળના આવા જ કેટલાક ખાસ ઉપાયો વિશે.

પહેલો ઉપાય:

આ માટે સ્ત્રીએ સવારે વહેલા ઉઠવું અને પછી સ્નાન કર્યા પછી દેવી લક્ષ્મીની છબીની સામે હળદરના પાણીથી ભરેલો લોટો રાખવો. આ પછી, દેવી લક્ષ્મીના ऊँ महालक्ष्मयै नम: મંત્રનો જાપ કરતા કરતા દેવી લક્ષ્મીની સ્તુતિ કરો અને થોડીવાર માટે હળદરનું પાણી ત્યાં રહેવા દો. અને પછી થોડીવાર પછી તે હળદરનું પાણી ઘરના મુખ્ય દરવાજા પર છાંટી દો. દરરોજ આવું કરવાથી ઘરમાં સકારાત્મકતા વધે છે અને ઘરના તમામ દોષો દૂર થાય છે.. સાથે જ ઘરમાં દેવી-દેવતાઓની કૃપા બની રહે છે. સાથે જ આ ઉપાયના પ્રભાવથી પતિની સફળતામાં આવનારી અડચણો દૂર થાય છે.

બીજો ઉપાય:

આ સાથે જ જો તમે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો દર શુક્રવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી દક્ષિણાવર્તી શંખમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. જો કે આ ઉપાય પતિ-પત્ની બંને મળીને કરે તો સારું.. આનાથી મા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

ત્રીજો ઉપાય:

જો ઘરમાં આર્થિક સમસ્યા હોય અને દરેક પ્રયત્નો પછી પણ આર્થિક સંકટમાંથી મુક્તિ મળતી ન હોય તો તેના માટે દરરોજ સવારે સ્નાન વગેરે કર્યા પછી દેવી લક્ષ્મીની છબીની સામે બેસીને કમળકાકડીની માળાથી 108 વાર ऊँ श्रीं श्रीं महालक्ष्म्यै श्रीं श्रीं ऊँ नम: મંત્રનો જાપ કરો. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. જો કે, જો પતિ-પત્ની બંને સાથે મળીને આ ઉપાય કરે તો તે વધુ અસરકારક રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *