રાત્રે આવા સપનાઓ આવે તો ભૂલથી પણ કોઈને ના બતાવતા, માં લક્ષ્મીનો સંકેત હોય છે, ઘરમાં અઢળક ધન આવશે

Posted by

મિત્રો, સામાન્ય રીતે એવું ઘણી વાર થતું હોય છે કે, આપણે રાત્રે જે સપનું જોઈએ છીએ તે સવાર સુધીમાં તો ભૂલી જઈએ છે. પણ એમાંથી અમુક એવા સપના હોય છે, કે જે સવારે પણ યાદ રહે છે. અને આપણે એ સપના વિષે બીજાને પણ જણાવી દઈએ છીએ.

પણ આજે અમે તમને એવા સપના વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારે કોઈના જોડે શેયર કરવાનાં નથી. એવી 3 વસ્તુ છે જે સપનામાં આવે તો એના વિષે કોઈને જણાવવું જોઈએ નહિ. કારણ કે આની તમારા ઉપર નકારાત્મક અસર થઇ શકે છે.

જણાવી દઈએ કે, દરેક સપનાનો કોઈને કોઈ અર્થ જરૂર હોય છે. પરંતુ, સાઇન્સની દુનિયામાં સપના જોવાને કેમિકલ ઈમ્બેલેસીંગ માનવામાં આવે છે. જો તમે કોઈ સપનું જુઓ છો તો, તેનો અર્થ આ વાત પર નિર્ભર કરે છે કે, તમે સપનું ક્યારે જોયું? અને સપનામાં શું જોયું? સામાન્ય રીતે તો એવું માનવામાં આવે છે કે, સપનામાં આપણે તે જોઈએ છીએ જેના વિષે આપણે દિવસભર વિચાર કરીએ છીએ, કે પછી જે આપણે આપણા જીવનમાં મેળવવા માંગીએ છીએ. પરંતુ હકીકત આનાથી બિલકુલ અલગ છે. કારણ કે આપણે સપનામાં ક્યારેક ક્યારેક પોતાને કે બીજાને મરતા પણ જોઈએ છીએ. પરંતુ શું આપણે પોતે આવું વિચારીએ છીએ? નહિ ને.

મિત્રો, સપનું કઈ પણ હોઈ શકે છે, પરંતુ દરેક સપનાનું તેજ રૂપમાં બરોબર હોવું સંભવ નથી. શાસ્ત્રીય અને પ્રાચીન વિદ્યાઓથી સપનામાં છુપાયેલા રહસ્ય જાણવું સંભવ છે. એવું માનવામાં આવે છે કે, સપનામાં આપણે જે કઈ પણ જોઈએ છીએ તેનું ઉલટું થાય છે. જેમ કે સપનામાં કોઈનું મૃત્યુ દેખાય છે, તો તે વિશેષ વ્યક્તિની ઉંમર વધી જાય છે. એવી જ રીતે કોઈના સપનામાં મૃત પરિજન પોતાનો ગુસ્સો દેખાડે છે, તો તેનો અર્થ છે કે, આ તમારા પાસેથી કંઈક માંગે છે.

આ 3 વસ્તુ સપનામાં દેખાય તો કોઈને જણાવશો નહીં

આજે અમે તમને એવા સપના વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેનો ઉલ્લેખ ક્યારે કોઈના જોડે કરવો જોઈએ નહિ. જો તમે આ રીતના સપના જુઓ છો તો પોતાના મિત્ર, સબંધી કે પછી પાર્ટનરને પણ જણાવો નહિ. આ 3 વસ્તુ સપનામાં દેખાય તો કોઈને જણાવતા નહિ.

૧-સપનામાં મૃત્યુ જોવી :

જણાવી દઈએ કે, જો સપનામાં પોતાને કે બીજાને મરતા જુઓ છો, તો ગભરાવાની જરૂરત નથી. આ એક શુભ સંકેત છે. પરંતુ, આવું સપનું જોયા પછી લોકો તરત કોઈને જણાવી દે છે. આવું કરવું જોઈએ નહિ. આ પ્રકારના સપનાનો અર્થ એ છે કે, તમારે પોતાની દરેક સમસ્યાઓથી મુક્તિ મળવાની છે. આ પ્રકારના સપનાને કોઈના સાથે શેયર કરવું જોઈએ નહિ. આનાથી સપનાનો પ્રભાવ ઓછો થઇ જાય છે.

૨-નદી કિનારે બેઠા હોય એવું દેખાવું :

જો તમે સપનામાં પોતાને નદી કિનારે બેઠેલા જુઓ છો, તો એ કોઈને ન જણાવો. આના સિવાય, પોતાને નદીમાં તરતા કે જંગલમાં ભટકતા જુઓ, તો પણ કોઈને જણાવો નહિ. કારણ કે આ સપના ભવિષ્યમાં સારા સમયનો સંકેત આપે છે. આ પ્રકારના સપનાનો ઉલ્લેખ કોઈના સાથે કરવો જોઈએ નહિ. આનો પ્રભાવ ઓછો થઇ જાય છે.

૩-સપનામાં સાપ દેખાય :

ઘણાને ક્યારેક ને ક્યારેક સપનામાં સાપ દેખાય જ છે. આ ખુબ શુભ સંકેત છે. જો તમે સપનામાં સાપ જુઓ છો તો પોતાનું સપનું કોઈને જણાવશો નહિ. જ્યોતિષ મુજબ, સપનામાં સાપ જોવાનો અર્થ છે કે, ભવિષ્યમાં માન-સમ્માન મળવાનું છે. જો તમે સપનામાં સાપ જુઓ છો તો કોઈને જણાવો નહિ કારણ કે, આવા સપના વિષે કોઈને જણાવવાથી આનો પ્રભાવ ઓછો થઇ જાય છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *