રાત્રે સૂતી વખતે તકીયા નીચે રાખી દો આમાંની કોઈ એક વસ્તુ, જલ્દીથી બની જશો કરોડપતિ

Posted by

જ્યોતિષ શાસ્ત્રમાં અમુક એવી વાતોનું વર્ણન કરવામાં આવ્યું છે જેની આપણા જીવન પર ઘણી મોટી અસર પડે છે. એવું માનવામાં આવે છે કે માથાની નીચે રાખેલ ઓશીકું પણ તમને રાતોરાત કરોડપતિ બનાવી શકે છે. એવી જ રીતે જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે વ્યક્તિ ઊંઘે છે ત્યારે તેની ઉર્જા સૌથી વધુ ખર્ચાય છે.  આવો જાણીએ તે ખાસ વસ્તુઓ વિશે જે સૂતી વખતે તકિયા નીચે રાખવામાં આવે તો પૈસાનો વરસાદ થવા લાગે છે.

સૂતી વખતે વ્યક્તિનું શરીર ઘણી માનસિક અને શારીરિક સ્થિતિઓમાંથી પસાર થાય છે અને નવા દિવસની શરૂઆત માટે તૈયારી કરે છે. આ સમયે વ્યક્તિનું અર્ધજાગૃત મન કાર્યરત હોય છે. જ્યોતિષ શાસ્ત્રોમાં કેટલીક એવી અસરકારક વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે જેને સૂતી વખતે તકિયા નીચે રાખવાથી તમારું ભાગ્ય બદલાય શકે છે.

(૧) હળદરની ગાંઠ રાખવી

જ્યોતિષમાં હળદરની ગાંઠને ગુરુનો કારક માનવામાં આવે છે. તેને ભાગ્ય, માન, ધન, સંપત્તિ, દામ્પત્ય જીવનનો કારક ગ્રહ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમારી કુંડળીમાં ગુરુ ગ્રહ નબળો હોય તો સૂતી વખતે પીળા કપડામાં હળદરની ગાંઠ બાંધીને તમારા ઓશિકા નીચે સૂઈ જાઓ. આમ કરવાથી ગુરૂ ગ્રહ શુભ ફળ આપે છે અને તમારા માટે નોકરીની તકો ઉભી કરવાની સાથે ધનમાં પણ વધારો થાય છે.

(૨) મોરનું પીંછુ રાખવું  

મોરનું પીંછુ ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેને ઘરમાં રાખવાથી વ્યક્તિને ઘણા આર્થિક લાભ થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે જો તમે સૂતી વખતે ઓશીકાની નીચે મોરનું પીંછુ રાખો છો તો જીવનમાં પૈસા અને અનાજ સંબંધિત બધી સમસ્યાઓ દૂર થવા લાગે છે. આવી સ્થિતિમાં વ્યક્તિનું ભાગ્ય હંમેશા તેની તરફેણ કરે છે. સવારે ઉઠીને તમારે તકિયાની નીચે રાખેલુ મોરનું પીંછુ અવશ્ય જોવું તેનાથી તમને ફાયદો થશે અને તમે સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેશો.

(૩) લસણની એક કળી રાખવી

લોકો પૈસા મેળવવા માટે વિવિધ રીતો અજમાવતા હોય છે. જેટલા જલ્દી પૈસા હાથમાં આવે છે તેટલા જલ્દી પૈસા જતા રહે છે. એવું કહેવાય છે કે જો તમે સૂતી વખતે તમારા ઓશિકા નીચે લસણની એક કળી રાખો છો તો તે સૌભાગ્યનું પ્રતીક બની શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ધનમાં પણ વધારો થાય છે.

(૪) તુલસીના પાન રાખવા  

હિંદુ ધર્મમાં તુલસીના પાનને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેનો ઉપયોગ ઘણી દવાઓના રૂપમાં પણ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે સૂતી વખતે તુલસીના પાનને તકિયા નીચે રાખો તો જીવનમાં સકારાત્મક ઉર્જા બની રહે છે અને તમારું મન દરેક કામમાં લાગેલું રહે છે. જો તમે સવારે આ તુલસીના પાન ખાશો તો નકારાત્મક ઉર્જાથી છુટકારો મળશે અને ધનમાં પણ વધારો થશે. પરંતુ તમારે સૂર્યાસ્ત પછી ક્યારેય તુલસી તોડવી જોઈએ નહીં.

(૫) એક રૂપિયાનો સિક્કો રાખવો

સૂતી વખતે તકિયા નીચે એક રૂપિયાનો સિક્કો રાખવાથી તમને અપાર ધનની પ્રાપ્તિ થશે. સૂતી વખતે એક રૂપિયાનો સિક્કો તમારા ઓશિકા નીચે રાખો અને સવારે ઉઠ્યા પછી તે સિક્કો કોઈ ગરીબ વ્યક્તિને આપી દો. સૂતી વખતે આ સિક્કો રાખવાથી ધીરે ધીરે પૈસાની સમસ્યા દૂર થાય છે અને તમને જીવનમાં સકારાત્મક ઉર્જા મળે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *