સપનામાં ગૌમાતાના દર્શન થવા હોય છે ખુબજ શુભ, ધનની પ્રાપ્તિ થાય છે, વધુ જાણવા ક્લિક કરો

Posted by

હિન્દુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ ધર્મમાં લોકો ગાયને માતા માને છે. ભારતમાં લોકો તેને દેવીની જેમ પૂજે છે. ગાયને માતા માનવા પાછળ માત્ર શ્રદ્ધા જ નહીં પરંતુ કેટલાક અન્ય વૈજ્ઞાનિક કારણો પણ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ગાયમાંથી મેળવેલી તમામ વસ્તુઓ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. ગાયના છાણ અને મૂત્રનું પણ પોતાનું ઔષધીય મૂલ્ય છે. તમને જાણીને નવાઈ લાગશે કે ગાયના મૂત્રનો ઉપયોગ અનેક પ્રકારની દવાઓમાં પણ થાય છે. ગાય મનુષ્યની દરેક રીતે મદદ કરે છે, તેથી જ પૂર્વજોના સમયથી લોકો તેને માતાનો દરજ્જો આપતા આવ્યા છે. એવું માનવામાં આવે છે કે સવારે જોયેલું સ્વપ્ન સાકાર થાય છે. આ સિવાય જો તમે તમારા સપનામાં કોઈને મૃત્યુ પામતા જુઓ છો તો તે વ્યક્તિની ઉંમર ઘણી લાંબી છે. જ્યોતિષમાં આવી અનેક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ આજે આપણે સપનામાં જોવા મળેલી ગાય વિશે વાત કરીશું. જ્યોતિષમાં ગાયના દરેક રંગનું પોતાનું મહત્વ છે.

સ્વપ્નમાં ગાય જોવાનો અર્થ આવો હોય છે

-જો તમને સપનામાં સફેદ રંગની ગાય દેખાય છે તો તેનો અર્થ એ છે કે તમને સફેદ વસ્તુઓના ધંધામાં ફાયદો થવાનો છે. ધારો કે જો તમે દૂધ, ખાંડ, કપાસ અથવા એવો કોઈ વ્યવસાય કરો છો જે સફેદ રંગથી સંબંધિત છે, તો તમને તેમાં લાભ મળી શકે છે.

-આ સિવાય જો તમને સપનામાં કાબરચીતરી ગાય દેખાય છે તો તેનો સીધો સંબંધ પૈસાની લેવડ-દેવડ સાથે છે. સ્વપ્નમાં કાબરચીતરી ગાય જોવી શુભ માનવામાં આવે છે. જો તમને સપનામાં કાબરચીતરી ગાય દેખાય તો સમજી લેવું કે તમને ક્યાંક રોકાયેલા પૈસાથી ફાયદો થઈ શકે છે.

-જો તમે સ્વપ્ન જોશો કે તમે પોતે ગાયનુ દૂધ દોહી રહ્યા છો, તો તે તમારા માટે સારો સંકેત છે. સ્વપ્નમાં પોતાને ગાયને દૂધ દોહ્તા જોવાનો અર્થ છે કે તમને ધનનો લાભ મળવાનો છે.

-એટલું જ નહીં, સપનામાં ગાયના વાછરડાને દૂધ પીતા જોવું પણ જ્યોતિષશાસ્ત્રમાં શુભ માનવામાં આવે છે. પૈસાની બાબતમાં આ પ્રકારના સ્વપ્નને શુભ શુકન માનવામાં આવે છે. જો તમે તમારા સપનામાં વાછરડાને દૂધ પીતા જોશો તો તેનો અર્થ છે કે તમને જલ્દી જ ક્યાંકથી પૈસા મળશે.

-આતો રહી સપનાની વાત, પણ જો તમે અન્ય માન્યતામાં માનતા હોવ તો સૂતી વખતે ગાયનો અવાજ સાંભળવો ખૂબ જ શુભ છે. જો તમને સૂતી વખતે ગાયનો અવાજ સંભળાય તો સમજી લેવું કે આવનારા દિવસોમાં તમને ફાયદો થવાનો છે અને તમે ખુશ થવાના છો.

તો આ ગાય સંબંધિત કેટલાક તથ્યો હતા જેનો ઉલ્લેખ જ્યોતિષમાં કરવામાં આવ્યો છે. એમાં કોઈ શંકા નથી કે ગાયમાતા આપણા માટે દરેક રીતે શુભ છે. મિત્રો, જો તમને અમારો આ લેખ ગમ્યો હોય, તો તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *