શનિવારના દિવસે ભૂલથી પણ ના કરો આવી ભૂલો, શનિદેવ થાય છે નારાજ, અને તેમની પૂજાનું ફળ પણ નથી મળતું

Posted by

હિંદુ ધર્મમાં ભગવાનની પૂજા પર વધુ ભાર આપવામાં આવે છે. અહીં અઠવાડિયાના સાતેય દિવસો કોઈને કોઈ ચોક્કસ દેવ અથવા દેવીને સમર્પિત કરવામાં આવે છે. શનિવારને શનિદેવનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે શનિદેવની પૂજા કરવાથી તેઓ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. આપણને પરેશાનીઓથી દૂર રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે શનિવારે કેટલીક ખાસ વાતોનું પણ ધ્યાન રાખવું જોઈએ. જો તમે આ નિયમો તોડો છો તો શનિદેવ ગુસ્સે થઈ શકે છે. આ આર્ટીકલ દ્વારા અમે તમને જણાવવા જય રહ્યા છે અમુક એવા કામ જે તમારે શનિવારે ભૂલથી પણ નહીં કરવા જોઈએ.

લોખંડની વસ્તુઓ ખરીદવાનું ટાળો

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શનિવારના દિવસે લોખંડની કોઈ પણ વસ્તુ ન ખરીદવી જોઈએ. જો તમે આ દિવસે લોખંડ ખરીદીને ઘરે લાવશો તો તમારે શનિદેવની ખરાબ નજરનો સામનો કરવો પડશે. જો કે, તમે આ દિવસે ચોક્કસપણે લોખંડનું દાન કરી શકો છો. શનિવારે લોખંડની વસ્તુઓનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

જૂતા અને ચપ્પલ ખરીદવાનું ટાળો

શાસ્ત્રો અનુસાર શનિવારે ભૂલથી પણ જૂતા અને ચપ્પલ ન ખરીદવા જોઈએ. આ દિવસે તેમને ઘરે લાવવું અશુભ છે. જો કે, જો તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને જૂના ચંપલ અને જુતાનું દાન કરવા માંગો છો, તો શનિવારથી સારો કોઈ દિવસ નથી. આ દિવસે કોઈને જૂતા અને ચપ્પલ આપવાથી લાભ થાય છે અને શનિદેવની કૃપા તમારી ઉપર બની રહે છે.

મીઠું ખરીદવાનું ટાળો

શનિવારે મીઠું ખરીદવું પણ અશુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે મીઠું ઘરમાં લાવવાથી ઘરની આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર પડે છે. પૈસાનુ નુક્શાન થવા લાગે છે. શનિદેવ પણ નારાજ થાય છે. ત્યારે આપણે તેમના ક્રોધનો સામનો કરવો પડે છે. તેથી, જો તમે આ દિવસે મીઠું ન ખરીદો તો તે વધુ સારું રહેશે.

વાળ અને નખ કાપશો નહીં

શનિવારે વાળ અને નખ કાપવાની પણ મનાઈ છે. જો તમે આ દિવસે વાળ કે નખ કાપો છો તો તમારે શનિદેવની ખરાબ નજરનો સામનો કરવો પડશે. પછી એક પછી એક દુ:ખ ઘરમાં આવતા રહે છે. એવી માન્યતા છે કે શનિવાર અને ગુરુવારે વાળ અને નખ કાપવાથી ઘરની કૃપા દૂર થઈ જાય છે. બિનજરૂરી ખર્ચ થાય છે.

શારીરિક સંબંધો બનાવવા નહીં

શનિવારે તમારે તમારા જીવનસાથી સાથે શારીરિક સંબંધ ન બાંધવો જોઈએ. આ દિવસ શનિદેવનો દિવસ છે. આ દિવસે તમારું મન અધ્યાત્મ અને ધર્મમાં લીન હોવું જોઈએ. ખાસ કરીને જ્યારે તમે શનિદેવની પૂજા કરી રહ્યા હોવ ત્યારે તે દિવસે તમારા જીવનસાથી સાથે શારીરિક સંબંધ બાંધવાનું ટાળો. આના કારણે શનિદેવ ગુસ્સે થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *