સોમવારે કરી નાખો ભગવાન શિવના આ સ્વરૂપની પૂજા, પૂરી થશે દરેક મનોકામના, ધનના ઢગલા થઈ જશે

Posted by

હિંદુ ધર્મની માન્યતા અનુસાર, અઠવાડિયાનો દરેક દિવસ એક અથવા બીજા દેવતાને સમર્પિત હોઈ છે. સોમવાર ભગવાન શિવને સમર્પિત હોઈ છે. સોમવારે, શિવભક્તો તેમની મનોકામના પૂર્ણ કરવા માટે ભોલેનાથની પૂજા કરે છે. ભગવાન શિવ વિશે કહેવાય છે કે તેઓ માત્ર એક લોટો પાણીથી પણ પ્રસન્ન થઈ જાય છે. તેમને ખુશ કરવા માટે ઘણા બધા વિધિવિધાન કરવા બહુ જરૂરી નથી. ભગવાન શિવની પૂજા ખૂબ જ સરળ છે. સાચા મનથી તેમની પૂજા કરવાથી ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

મોટા ભાગના સ્થળોએ શિવલિંગના રૂપમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. પરંતુ ઘણી જગ્યાએ ભગવાન શિવની મૂર્તિની પણ પૂજા કરવામાં આવે છે. મૂર્તિ પૂજાનું પણ પોતાનું વિશેષ મહત્વ છે. તમને જણાવી દઈએ કે ભગવાન શિવની વિવિધ મૂર્તિઓની પૂજા કરવાથી અલગ-અલગ પરિણામો મળે છે. હિન્દુ ધર્મના પુરાણોમાં ભગવાન શિવની વિવિધ મૂર્તિઓની પૂજા અને તેના ફાયદાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ભગવાન શિવની મૂર્તિના કયા સ્વરૂપની પૂજા કરવાથી કઈ મનોકામના પૂર્ણ થાય છે.

તમારી ઈચ્છા અનુસાર મહાદેવના વિવિધ સ્વરૂપોની પૂજા કરો:

-જો તમે સુંદર પત્ની અથવા સુખી દામ્પત્ય જીવન ઈચ્છો છો તો તમારે સોમવારે ભગવાન શિવના અર્ધનારીશ્વર સ્વરૂપની પૂજા કરવી જોઈએ.

-જે લોકો સંતાન સુખથી વંચિત છે અને સંતાન સુખ ઈચ્છતા હોય તેમણે સોમવારે બળદ પર બેઠેલા ભગવાન શિવ અને માતા પાર્વતીની મૂર્તિની પૂજા કરવી જોઈએ. તેનાથી સંતાન સુખ મળે છે.

-જે લોકો સોમવારે કાર્તિકેયની સાથે શિવ-પાર્વતીની પૂજા કરે છે, તેમની જીવનની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આવા લોકોને જીવનની તમામ ખુશીઓ મળે છે.

– જીવનમાં માન-સન્માન મેળવવા માટે નંદી અને માતા પાર્વતીની સાથે તમામ ગણોથી ઘેરાયેલા ભગવાન શિવની પૂજા કરવી જોઈએ.

-ધન પ્રાપ્તિ માટે ભગવાન શિવની ચાર હાથ અને ત્રણ આંખો, ગળામાં નાગ અને હાથમાં ખોપરી રાખેલી સફેદ રંગની મૂર્તિની પૂજા કરવી જોઈએ. જેના કારણે વ્યક્તિના જીવનમાં ધનની કમી નથી રહેતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *