તિજોરી પૈસાથી છલોછલ ભરાઈ જશે, બસ અજમાવી લો કપૂરના આ સરળ તોડકાઓ, દુશ્મન પણ ધૂળ ચાટતો થઈ જાય છે

Posted by

ઘરની સુખ-શાંતિ અને સમૃદ્ધિ વધારવા માટે જ્યોતિષમાં અનેક પ્રકારના ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાયથી તમે ન માત્ર તમારા દુ:ખ અને પીડાને દૂર કરી શકો છો પરંતુ તમારી કુંડળીમાં રહેલા અનેક પ્રકારના દોષોને પણ દૂર કરી શકો છો. આજના લેખમાં અમે તમને કપૂરના કેટલાક અદ્ભુત ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. કપૂર એ હિન્દુ ધર્મની પૂજામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી પૂજા સામગ્રી છે. તેનો ઉપયોગ મોટાભાગે આરતી અને હવન દરમિયાન થાય છે. પરંતુ શું તમે જાણો છો કે કપૂર પિતૃ અને કાલસર્પ દોષને પણ દૂર કરી શકે છે. એટલું જ નહીં, કપૂરના ઉપાયો તમને તરત જ ધનવાન બનાવી શકે છે.

કપૂરના ચમત્કારિક તોડકાઓ

૧- તમે જોયું હશે કે ઘણી વખત વ્યક્તિ વારંવાર બીમાર પડતો રહે છે. તેનો સ્વભાવ ચીડિયો બની જાય છે. દુર્ભાગ્ય તેની પાછળ હાથ ધોઈને પડી જાય છે. એકંદરે, તેની સાથે બધું નકારાત્મક થઈ રહ્યું હોઈ છે. તેનું કારણ એ છે કે વ્યક્તિને કોઈની બૂરી નજર લાગી ગઈ હોઈ શકે છે. આ ખરાબ નજરને દૂર કરવા માટે કપૂર તમારા માટે ઉપયોગી થઈ શકે છે.

તમારે ફક્ત કપૂરનો એક ટુકડો લેવાનો છે અને તેને પીડિતની ઉપર માથાથી પગ સુધી સાત વખત ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ઓવારી લેવાનું છે. આ પછી, કપૂરને જમીન પર મૂકીને બાળી નાખવાનું છે. થોડા સમયની અંદર, તે વ્યક્તિની ખરાબ નજર હંમેશ માટે મટી જશે.

૨- ઘરમાં હંમેશા ઝઘડા, પૈસાની અછત કે બિનજરૂરી ખર્ચાઓ રહે છે. આ બધી બાબતોનું કારણ ઘરમાં હાજર નકારાત્મક ઉર્જા હોઈ શકે છે. આવી સ્થિતિમાં તમે કપૂરની મદદથી ઘરમાં સકારાત્મક ઉર્જાનું સ્તર વધારી શકો છો. આ માટે તમારે ચાંદીની વાટકી લેવી પડશે.

આ પછી, ઘરમાં જ્યાં મોટાભાગે ઝઘડા થાય છે, જેમ કે રસોડું અથવા હોલ અથવા બેડરૂમ, તેને ત્યાં રાખી દો. હવે આ વાટકીમાં લવિંગ અને કપૂરને બાળી લેવાનું છે. તેનાથી તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે. તમારા ઘરમાંથી બરકત ક્યારેય જશે નહીં. તમને જીવનમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે.

૩- જો તમારી કુંડળીમાં પિતૃ દોષ અને કાલસર્પ દોષ હોય તો તમારા જીવનમાં અનેક દુ:ખ અને પરેશાનીઓ આવશે. આવી સ્થિતિમાં કપૂરની મદદથી તમે આ ખામીઓથી છુટકારો મેળવી શકો છો. આ માટે તમારે ઘરના પૂજા સ્થાન પર સવારે, બપોરે અને સાંજે ત્રણ વખત કપૂર સળગાવવાનું છે. આ દરમિયાન તમે ભગવાનની સામે હાથ જોડીને તમારી સમસ્યા ભગવાનને કહી શકો છો. ૧ મહિના સુધી સતત આમ કરવાથી તમને સકારાત્મક પરિણામ દેખાવા લાગશે.

૪- જો તમે તમારા શત્રુથી પરેશાન છો તો આ સમસ્યાને દૂર કરવા માટે તમે કપૂરનો આ તોડકો અજમાવી શકો છો. આ માટે તમારે શનિવારે રાત્રે પીપળના ઝાડ પાસે જવું પડશે. અહીં તમારે પીપળના ઝાડનું એક પાન લઈને તેના પર તમારા દુશ્મનનું નામ લખવાનું છે. હવે આ પીપળના પાન પર કપૂર રાખો અને તેને બાળી દો. આમ કરવાથી દુશ્મનની દરેક ચાલ તમારી સામે નિષ્ફળ જશે. તે ઈચ્છે તો પણ તમારું કંઈ ખરાબ કરી શકશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *